Home »Daxin Gujarat »Latest News »Surat City» School Fee Fill And Get Student, 4 Year Old Student Caught At School In Surat

સુરતઃ 'ફી આપી બાળક લઈ જાવ', સ્કૂલમાં 4 વર્ષના સ્ટુડન્ટને ગોંધી રાખ્યો

divyabhaskar.com | Apr 12, 2017, 10:54 AM IST

  • પૂરતી ફી ન ભરતા 4 વર્ષના બાળકને રીતસર વર્ગખંડમાં ગોંધી રાખ્યો
સુરત:એક તરફ રાજ્ય સરકાર શાળાની ફી મામલે મથામણ કરી રહી છે. લોકોને તકલીફનો સામનો ન કરવો પડે તે માટે મહેનત કરી રહી છે તેવા સમયે બીજી બાજુ સુરતમાં એક કિસ્સો એવો બન્યો છે. જેમાં પૂરતી ફી ન ભરતા 4 વર્ષના બાળકને રીતસર વર્ગખંડમાં ગોંધી રાખ્યો હતો. તેને શાળા છૂટી ગયા બાદ પણ ઘરે જવા જ ન દીધો હતો. અને વિદ્યાર્થીના પરિવારને ફોન કરવામાં આવ્યો કે, ફી ભરી જાવ અને બાળકને લઈ જાવ. 
 
સ્ટુડન્ટને પોલીસે મુક્ત કરાવી પિતાને સોંપ્યો
 
આખરે આ આખો મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. અને પોલીસે પી. આર. ખાટીવાલા સ્કૂલમાં જઇ બાળકને મુક્ત કરાવી તેના પિતાને સોંપ્યો હતો. જોકે રાજ્ય સરકારે હાલમાં જ ખાનગી શાળાઓની ફીની મર્યાદા નક્કી કરી છે. જેમાં પ્રાથમિકમાં 15 હજાર, માધ્યમિકમાં 25 હજાર અને ઉચ્ચતર માધ્યમિકમાં 27 હજાર કુલ વાર્ષિક ફી નક્કી કરવામાં આવી છે. છતાં કમાણી કરી લેવાની લ્હાયમાં ખાનગી શાળાઓ જૂની ફી મુજબ ફી વસૂલતા હોય છે. સુરતમાં બનેલી ઘટના બાદ ડીઈઓએ તપાસના આદેશ આપ્યા છે. જેથી એક ટીમ સ્કૂલમાં તપાસ અર્થે પહોંચી છે. અને નિવેદનો લઈ રહી છે. સ્કૂલમાં લાગેલા સીસીટીવીની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
 
 
સિનિયર કે.જીના સ્ટુડન્ટને ગોંધી રાખ્યો
 
અલથાણ કેનાલ રોડ પરના કોરલ હાઈટ્સ બિલ્ડિંગમાં રહેતા કાપડના વેપારી વિપુલભાઈ બારિયાએ ઉમરા પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ મુજબ રુંઢ-મગદલ્લા ખાતે આવેલી પી. આર. ખાટીવાલા સ્કૂલના પ્રિન્સિપાલ શકુંતલાબહેન વશિષ્ઠ અને વર્ગ શિક્ષિકા મનીષાબેને સિનિયર કે.જી.માં અભ્યાસ કરતા 4 વર્ષીય તેમના પુત્ર દિવ્યેશને ગોંધી રાખ્યો હતો.
 
16,000 ચૂકવવાના બાકી હતા
 
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ વિપુલભાઈનો પુત્ર દિવ્યેશ પી.આર. ખાટીવાલા સ્કૂલના સિનિયર કેજીમાં અભ્યાસ કરે છે. જેની વાર્ષિક ફી રૂ. 24,000 છે. જેમાંથી રૂ. 8,000 વિપુલભાઈએ ભરી દીધા હતા. રૂ. 16,000 ચૂકવવાના બાકી હતી. દરમિયાન વિપુલભાઈનાં માતાનું નિધન થતાં તે સમયસર ફીની બાકીની રકમ ભરપાઈ કરી શક્યા ન હતા.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, સ્ટુડન્ટને ઘરે નહીં મોકલવામાં આવે
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: school fee fill and get student, 4 year old student caught at school in surat
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended