Home »Daxin Gujarat »Latest News »Surat City» Pre Wedding Photo Shoot On Valentine Day Theme At Kutchh By Surati Photographer

વેલેન્ટાઈન થીમ પર કપલે સફેદ રણમાં કરાવ્યું હટકે પ્રી-વેડીંગ ફોટોશૂટ

divyabhaskar.com | Feb 14, 2017, 13:26 PM IST

  • સુરતના ફ્રિલાન્સર ફોટોગ્રાફરે વેલેન્ટાઈન થીમ પર પ્રી-વેડીંગ ફોટોશૂટ કર્યું
સુરતઃ લગ્ન અગાઉ પ્રી વેડીંગ ફોટોશૂટ કરવવાનો ટ્રેન્ડ ઘણા વર્ષોથી શરૂ થયો છે. જેમાં થીમ બેઝ પ્રી-વેડીંગ ફોટોશૂટની ડીમાન્ડ વધારે હોય છે. લગ્નને યાદગાર બનાવવા માટે એક કપલે કચ્છના સફેદ રણમાં વેલેન્ટાઈન થીમ પર પ્રી-વેડીંગ ફોટોશૂટ કરાવ્યું હતું. જેમાં યુવતીએ 80 મીટર કાપડમાંથી બનેલા 12 કિલો વજનનો ડ્રેસ પહેરીને યુવતીએ ફોટોશૂટ કરાવ્યું હતું.
 
હટકે ફોટોશૂટ કરાવ્યું
 
કચ્છના ઘોરડોના સફેદ રણમાં વેલેન્ટાઈન થીમ પર પ્રી વેડીંગ ફોટોશૂટ કરવામાં આવ્યું હતું. ફોટોગ્રાફી કરનાર સુરતના ફ્રિલાન્સર ફોટોગ્રાફર નિલેશભાઈ રાજગુરૂએ જણાવ્યું હતું કે, જામનગરના કપલના લગ્ન આગામી 19મી ફેબ્રુઆરીના રોજ થવાના છે. ત્યારે લગ્ન અગાઉ ફેશન ડિઝાઈનર અને બુટીક ધરાવતાં કૌશિકભાઈએ પોતાના લગ્નનને યાદગાર બનાવવા માટે અનોખી રીતે પ્રિ વેડીંગ ફોટોશૂટ કરાવવાનું નક્કી કર્યું હતું.  
 
વેલેન્ટાઈન થીમ પર ફોટોશૂટ
 

લગ્ન કરનાર કપલે અલગ રીતે ફોટોશૂટ કરવાનું વિચાર્યું હોવાથી નિલેશભાઈએ વેલેન્ટાઈન થીમ પર ફોટોશૂટ કરવાનો આઈડીયા આપ્યો હતો. જેથી ફોટોશૂટ કરવા માટે બોલીવુડની પસંદ બનેલા ઘોરડાના સફેદ રણ પર પસંદગી ઉતારવામાં આવી હતી. જ્યાં બે દિવસના શિડ્યુલમાં વેલેન્ટાઈન થીમ પર ફોટોશૂટ કરવામાં આવ્યું હતું.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, ફોટોશૂટ માટે ખાસ ડ્રેસ બનાવાયો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: pre wedding photo shoot on valentine day theme at kutchh by surati photographer
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended