Home »Daxin Gujarat »Latest News »Surat City» Police And People Face To Face After Cow Head Found On Road In Surat

સુરતમાં તંગદિલી: લોકો અને પોલીસ આમને-સામને, સર્જાયો આવો માહોલ

divyabhaskar.com | Jan 30, 2017, 15:01 PM IST

  • ગાયનું માથું સોસાયટી બહાર ફેંકી દેવામાં આવતા રોષ ફાટી નીકળ્યો
સુરતઃ લિંબાયતના ગોડાદરા વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે. ગાયનું માથું સોસાયટી બહાર ફેંકી દેવામાં આવતા રોષ ફાટી નીકળ્યો છે. લોકો અને પોલીસ આમને-સામને આવી જતા તંગદિલીનો માહોલ સર્જાયો છે. પોલીસ પર લોકો પથ્થરમારો કરી રહ્યા છે. ત્યારે પોલીસે લાઠીચાર્જ કરી લોકોને વેર-વિખેર કરી રહી છે. લોકોમાં ઉગ્ર રોષના પગલે પોલીસ 40 જેટલા ટીયર ગેસના સેલ છોડી સ્થિત પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી છે. 
  
ચિકન સેન્ટરો અને દુકાનોમાં તોડફોડ કરી આગ લગાવી
  
લિંબાયતના ગોડાદરા વિસ્તારમાં ભાવના પાર્ક સોસાયટી બહાર ધડથી અલગ ગાયનું માથું કાપીને ફેંકી દેવાતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. વહેલી સવારે બનેલી આ ઘટના બાદ વેપારીઓએ વેપાર ધંધો બંધ કરી ધારણા પર બેસી ગયા છે. ઘટનાની જાણ બાદ મોટી સંખ્યામાં પોલિસ કાફલો તૈનાત કરી દેવાયો છે. પોલીસ અને લોકો વચ્ચે ધર્ષણ સર્જાયું ચાલી રહ્યું છે. લોકોએ લિંબાયત નીલગીરી ગ્રાઉન્ટ પાસે આવેલા ચિકન સેન્ટરો અને દુકાનોમાં આગ ચાંપી દેવામાં આવતા માહોલ ગરમાયો છે. જ્યારે દેવધ ચોકડી પાસે એક લારીને લોકોએ નિશાન બનાવી છે. અને તોડફોડ કરી સળગાવી દેવામાં આવી છે. જ્યારે પોલીસ સ્થિતી પર કાબુ મેળવવા 50થી વધુની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.
 
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: police and people face to face after cow head found on road in surat
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext