Home »Daxin Gujarat »Latest News »Surat City» Poeple Protest Against Hardik Patel General Meeting Not Approoved By Police In Surat

સુરતઃ હાર્દિકની સભાને મંજૂરી નહીં મળતાં પોલીસ પર પથ્થરમારો

divyabhaskar.com | Mar 20, 2017, 12:30 PM IST

  • યોગીચોક વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો થતા મામલો તંગ બન્યો
સુરત:પાટીદારોના ગઢ ગણાતા વરાછા વિસ્તારમાં યોગીચોક ખાતે પેટ્રોલિંગમાં તૈનાત પોલીસ તથા સિટી બસ પર ટોળાએ પથ્થરમારો કરતાં મામલો તંગ બન્યો હતો. ટોળાને વિખેરવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની નોબત આવી હતી. ભયના કારણે દુકાનો પણ બંધ કરી દેવામાં આવી હતી. 

હાર્દિકની સભાને મંજૂરી ન આપતાં લોકો વિફર્યા!

વરાછા યોગીચોક ખાતે આજે હાર્દિકની જાહેરસભાની થવાની હતી. જો કે પોલીસે મજૂંરી ન આપતા જાહેરસભા પાટીદારોએ મુલતવી કરી રાખી હતી. બીજી તરફ ચપ્પુ મારવાની ઉપરાછાપરી ઘટનાઓને કારણે શહેર પોલીસ કમિશનરે વરાછા, કાપોદ્વા સરથાણા અને પૂણા વિસ્તારમાં પેટ્રોલિંગ કરવા સૂચના આપી હતી, જેથી સ્થાનિક પોલીસ યોગીચોક વિસ્તારમાં પેટ્રોલિંગમાં ઊભી હતી ત્યારે ત્રણ રસ્તા પાસેની મહાલક્ષ્મી અને ગંજાનંદ સોસાયટીની બહાર ઊભેલા ટોળાએ પોલીસ અને બે સિટી બસ પર પથ્થરમારો કર્યા હતો. જોતજોતામાં મામલો ઉગ્ર બની જતાં પોલીસના કાફલાએ ટો‌ળાને વિખેરાય જવા જણાવ્યું હતું.

યોગીચોકમાં 15થી 20 ગાડીઓમાં પોલીસનો કાફલો ખડકી દેવાયો

જો કે, તેમ છતાં ટોળાએ પોલીસની વાત ન માનતાં આખરે પોલીસને હળવો લાઠ્ઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. પથ્થરમારો આજુબાજુની સોસાયટીના ટેરેસ પરથી અને કેટલાક પથ્થરો ટોળામાંથી માર્યા હોવાની વાતો સામે આવી રહી છે. મોડીરાત્રે પણ ટોળાએ પોલીસને જોઈને હુરિયો બોલાવ્યો હતો. આ ઘટનાને પગલે યોગીચોક વિસ્તારમાં 15થી 20 ગાડીઓમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. હાર્દિકની જાહેરસભાને પરમીશન ન અપાતાં પાટીદાર ટોળાએ વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કર્યા હોય તેવી પોલીસને આશંકા છે. 
 
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો અને વાંચો, શનિવારે મળસકે પોલીસને ધમકી આપી હતી....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: poeple protest against hardik patel general meeting not approoved by police in surat
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended