Home »Daxin Gujarat »Latest News »Surat City» PM Narendra Modi Mann Ki Baat Speech Effect On Surat People Gives Save Food Massage In Religion Function

PMની મન કી બાતની સુરતમાં અસરઃ ધાર્મિક કાર્યક્રમમાં ફેલાવાઈ જાગૃતિ

Pankaj Ramani,Sunil Paladiya,Surat | Apr 12, 2017, 12:07 PM IST

  • સુરતમાં અન્નકુટમાં યોજાયેલા ભોજન સમારંભમાં મોદીની મન કી બાતની દેખાઈ અસર
સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં અન્નના બગાડ વિષે વાત કરી હતી. જે અંગે અન્ન અને પુરવઠા વિભાગ પણ ગંભીરતાથી યોજના ઘડી રહ્યું છે. ત્યારે અન્નના વેડફાટ અંગે સુરતમાં કામ કરતાં સામાજિક સંગઠન દ્વારા અંબાજી રોડ પર મહાલક્ષ્મી માતાના પ્રાગ્ટ્ય દિવસે યોજાયેલા અન્નકુટ બાદના ભોજન સમારંભમાં અન્નનો બગાડ અટકાવવાના બેનર લગાવાયા હતાં.
 
લોકોને અન્નનો બગાડ કરતાં અટકાવાયાં
 
અંબાજી રોડ આમલીરાન શેરીમાં આવેલા શ્રીમાળી સોની જ્ઞાતિના કુળદેવી મંદિર પાઠશાળામાં મહાલક્ષ્મી માતાનો પ્રાગટ્ય દિવસ ઉજવાયો હતો. જેમાં છપ્પન ભોગ ધરાવી અન્નકુટના દર્શન સાથે હવન પૂજા તેમજ મહાપ્રદાનું આયોજન દરવર્ષની જેમ કરવામાં આવ્યું હતું. જેમાં મયૂર મિત્ર સેવન ગૃપ અને રોબિન હુડ આર્મીના સભ્યો દ્વારા અન્નના બગાડ અટકાવવાના સંદેશા સાથે સ્ટેન્ડી લગાવવામાં આવ્યાં હતાં. સાથે જ જમ્યા બાદ થાળીમાં ભોજન રહી જાય તેમને જમી લેવા વિનંતિ કરીને અન્નનો બગાડ અટકાવવા સમાજાવાયા હતાં.
 
સેવ ફૂડનો અપાયો સંદેશ
 
મયૂરભાઈ પચ્ચીગરે જણાવ્યું હતું કે, દેશમાં લાખો લોકો અન્નના અભાવે ભૂખ્યા પેટે સૂઈ રહ્યાં છે. ત્યારે અન્નનો બગાડ અટકવવા અને સેવ ફૂડની ઝુંબેશ સામાન્ય લોકો સુધી પહોંચે તે માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે. અમે લોકોને સંદેશ આપવાની જગ્યાએ સીધો જ સવાલ કર્યો હતો કે, અન્નનો બગાડ કરશો તો તમને કોઈ ફાંસીએ લટકાવવાનું નથી એટલે તમે બગાડ કર્યા જ કરશો? બસ આ સવાલ સાથે લોકોમાં જાગૃતિ આવે તે માટે અમે પ્રયાસ કર્યો છે.
 
સરકાર પણ ચિંતિત
 
દેશમાં અન્ન એક તરફ થાળીમાંથી સીધું એંડવાડમાં જઈ રહ્યું છે. અને બીજી તરફ અન્ન માટે લોકો ભૂખ વેઠી રહ્યાં છે. ત્યારે આ બાબતે વડાપ્રધાને દેશવાસીઓને મન કી બાત રેડિયા કાર્યક્રમમાં ટકોર પણ કરી હતી. ત્યારે અન્ન અને પૂરવઠા વિભાગ મંત્રાયલ દ્વારા આ બાબતે ખાસ યોજના ઘડવાની તૈયારીઓ દર્શાવી રહી છે. સરકાર પણ અન્નના બગાડને લઈને ચિંતામાં છે. ત્યારે આ પ્રકારના સરાહનિય કાર્યક્રમો દરેક જાહેર જગ્યાએ થાય તેવી ઈચ્છા લોકોએ વ્યક્ત કરી હતી.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીર 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: PM Narendra Modi Mann Ki Baat Speech Effect On Surat People Gives Save Food Massage In Religion Function
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended