Home »Daxin Gujarat »Latest News »Surat City» Patidar Built 500 Crore High Tech Kiran Hospital, 17 April PM Modi Opening Of Kiran Hospital In Surat

PMએ ખુલ્લી મૂકી 500 કરોડના ખર્ચે બનેલી હાઈટેક હોસ્પિટલ: વાંચો ખાસિયતો

Sunil Paladiya, Pankaj Ramani, Surat | Apr 17, 2017, 14:37 PM IST

  • કતારગામ વિસ્તારમાં પાટીદાર સમાજ દ્વારા દેશની અતિ આધુનિક સવલતોથી સજ્જ કિરણ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું
સુરતઃકતારગામ વિસ્તારમાં સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ દ્વારા દેશની અતિ આધુનિક સવલતોથી સજ્જ કિરણ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. 500 કરોડથી વધુ ખર્ચે ઈન્ટરનેશનલ લેવલ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. આજે (સોમવાર) પીએમ મોદીના હસ્તે આ હોસ્પિટલને ખુલ્લી મૂકવામાં આવી છએ. 59 મીટરની હાઈટ સાથે 13 માળ અને હેલિપેડ ધરાવતી કિરણ હોસ્પિટલ આગામી સમયમાં સુરતની ઓળખ બનીને રહેશે. 
 
500 કરોડથી વધુના ખર્ચે બની હોસ્પિટલ
 
સુરતમાં પાટીદાર સમાજ દ્વારા બનાવવામાં આવેલી ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની અતિ અદ્યતન હોસ્પિટલને આજે પીએમ મોદીના હસ્તે ખુલ્લી મૂકવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર હાઈટેક સાધનો અને સુવિધાઓ સાથે સુરતના કતારગામ વિસ્તારમાં વસ્તાદેવડી રોડ પર સમસ્ત પાટીદાર સમાજ દ્વારા રૂપિયા 500 કરોડથી વધુના ખર્ચે કિરણ મલ્ટી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ બનાવવામાં આવી છે. 
 
17 હજાર સ્કવેર ફૂટમાં 13 માળની હોસ્પિટલ
 
કિરણ હોસ્પિટલ 17 હજાર સ્કવેર ફૂટ જગ્યામાં બનાવવામાં આવી છે. જેમાં આશરે 10 લાખ સ્કવેર ફૂટમાં બાંધકામ કરવામાં આવ્યું છે. 59 મીટર ઉંચા બિલ્ડીંગમાં 13 માળ છે. જ્યારે 22 લિફ્ટ મૂકવામાં આવી છે. બે એસ્કેલેટર છે જેથી ઓપીડીમાં આવતા દર્દીઓને ચડવા-ઉતરવામાં તકલીફ નહીં પડે. હોસ્પિટલમાં પાર્કિંગનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. કુલ 533 બેડની આ હોસ્પિટલ બનાવવામાં આવી છે. જેમાં ભવિષ્યમાં બેડની સંખ્યા વધારીને 750 જેટલી કરી શકાશે. હોસ્પિટલમાં 113 બેડ આઈસીયુમાં છે. જ્યારે 33 જેટલા બેડ મેડિકલ વિભાગમાં બનાવવામાં આવ્યા છે. એક ઈમરજન્સી વોર્ડ બનાવવામાં આવ્યો છે. જેમાં 11 બેડ રાખવામાં આવ્યા છે. જ્યારે 28 બેડ ઓપરેશન થિએટરમાં બનાવવામાં આવ્યા છે. 66 જેટલી વિવિધ રોગોની ઓપીડી તૈયાર કરવામાં આવી છે. હોસ્પિટલમાં દાંતથી લઈને કેન્સર સુધીના તમામ રોગોનું નિદાન સાથે અદ્યતન સારવાર સગવડ આપવામાં આવશે. હોસ્પિટલમાં દર્દીને ઈન્ફેક્શન ન થાય અને દર્દીને મળવા આવેલા સગાસંબંધીઓ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, PM નરેન્દ્ર મોદીએ ખુલી મૂકેલી હોસ્પીટલનો અંદરનો નજારો, હેલીપેડથી લઈને કેવી કેવી હાઈટેક સુવિધાઓ હોસ્પિટલમાં ઉભી કરવામાં આવી છે, દુબઈ, અમેરિકા, યુરોપ જેવા દેશના માપદંડોને ધ્યાનમાં રાખી આખી સિસ્ટમ ઉભી કરવામાં આવી છે
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: patidar built 500 crore high tech kiran hospital, 17 april PM modi opening of kiran hospital in surat
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended