Home »Daxin Gujarat »Latest News »Surat City» One Death In Accident Between Car And Bike, One Badly Injured By Accident In Surat

સુરતઃ BRTS રૂટમાં પિતરાઈ ભાઈઓને અડફેટે લઈ કારની પલટી, એકનું મોત

divyabhaskar.com | Mar 14, 2017, 17:06 PM IST

  • કારે બે પિતરાઈ ભાઈઓને એડફેટે લઈ ખાધી પલટી, એક્સિડન્ટની વિચલિત કરતી તસવીર
સુરત:પાંડેસરા પિયુષ પોઇન્ટ નજીક બેફામ દોડતી કાર બીઆરટીએસ રોડ પર બાઇક સવાર બે પિતરાઇ ભાઇને અડફેટે લઇ પલટી ખાઈ જતાં ભારે હોબાળો મચી ગયો હતો. સોમવારની રાત્રે બનેલી આ ઘટના બાદ લોકોના ટોળે ટોળા ભેગા થઇ ગયા હતા. જેમાં એક યુવાન કાર અડફેટે ફંગોળાઈને બીઆરટીએસની રેલિંગ પર પડ્યો હતો. તેનો એક પગ પણ કપાઈ ગયો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્ત બંને ભાઇઓને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં એકનું ટુંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. 
 
પિતરાઈ ભાઈઓને લીધા અડફેટે
 
લાલજીભાઇ યાદવ (મૃતકના પિતા)એ જણાવ્યું હતું કે, ધૂળેટીના પર્વની રાત્રે પુત્ર દિપક યાદવ પિતરાઇ ભાઇ અમનને આઈસ્ક્રીમ અપાવવા બાઇક પર નીકળ્યો હતો. ત્યારે બીઆરટીએસ રોડ પર દોડતી એક કારે બંને ભાઇને અડફેટે લીધા હોવાની જાણ થઈ હતી. અકસ્માતની જાણ થતાં જ આખું પરિવાર તાત્કાલિક હોસ્પિટલ દોડી ગયું હતું. જ્યાં પુત્ર દિપકનું ટુંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. જ્યારે માસૂમ અમન રીન્કુ યાદવને ઓર્થોના વોર્ડમાં દાખલ કરાયો હતો. કારની અડફેટે મોતને ભેટેલો પુત્ર દિપક ચાની લારી ચલાવી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. 
 
કાર ચાલક નશામાં હોવાની શંકા
 
સ્થાનિકોએ જણાવ્યું હતું કે, કાર ચાલક નશા હોવાનું લાગી રહ્યું હતું. પાંડેસરા પિયુષ પોઇન્ટ નજીક ચાલકે કાર બીઆરટીએસ રૂટ પર દોડાવી હતી. બાઇક સવાર આ બંને ભાઇને અડફેટે લીધા બાદ કાર પલટી મારી ગઇ હતી. જ્યારે વિચલિત કરતા દ્રશ્યો જોવા મળ્યા હતા. યુવાન કારની અડફેટે રેલિંગ પર પટકાયો હતો. જેમાં યુવાનનો એક પગ કપાઈ ગયો હતો. અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ અકસ્માતમાં કારનો ચાલક પણ ઘવાયો હતો. જોકે ઘટના સ્થળે પોલીસ દોડી આવતા હાલ કારમાં સવાર એકની અટક થઇ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અકસ્માત બાદ કારનો ચાલક કાર અને મિત્રને છોડી ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું છે. 
 
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: one death in accident between car and bike, one badly injured by accident in surat
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended