Home »Daxin Gujarat »Latest News »Surat City» Note Ban Effect On Kite Bazar, Get Cashless System And Go Digital In Surat

સુરતઃ પતંગ બજારમાં નોટબંધીની અસર, અપનાવી કેશલેસ સિસ્ટમ

divyabhaskar.com | Jan 11, 2017, 10:08 AM IST

  • સુરતના પતંગબાજોએ અપનાવ્યું ડીજીટલ પેમેન્ટ, પતંગ બજારમાં કેશલેસને બહોળો પ્રતિસાદ
સુરતઃવડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેશલેસ ઇન્ડિયાના કોન્સેપ્ટને સુરતના પતંગ બજારમાં બહોળો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. સુરતના પતંગ બજારમાં નોટબંધીની અસર જોવા મળી રહી છે ત્યારે હવે પ્રથમ વખત પતંગ દોરીનાં વિક્રેતાઓ કેશલેસ તરફ વળતા દેખાયા છે. જ્યારે પતંગબાજો કેશલેસ સિસ્ટમનો ઉપયોગ કરી પતંગ અને દોરીની ખરીદી કરી રહ્યા છે.
  
કેશલેસ સિસ્ટમનો ઉપયોગ
 
અત્યાર સુધી તમામ સીઝનલ ધંધો માત્ર રોકડથી થતો જોવા મળ્યો છે. રક્ષાબંધન પર રાખડીનો હોય કે દિવાળી પર ફટાકડાનો કે ઉતરાયણ પર પતંગ દોરીનો. પરંતુ નોટબંધી બાદ પ્રથમ ઉતરાયણનો તહેવાર આવી રહ્યો છે. અને તેમાં આ વર્ષે પ્રથમ વખત ખરીદ વેચાણમાં કેશલેસ સિસ્ટમનો ઉપયોગ થતો જોવા મળી રહ્યો છે. નોટબંધીની તમામ વેપાર ધંધા સાથે પતંગ-દોરી બજાર પર પણ પ્રતિકુળ અસર જોવા મળી છે.
 
સ્વાઇપ મશીન, પેટીએમની સુવિધા
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેશલેસ ઇન્ડિયાના કોન્સેપ્ટને સુરતના પતંગ બજારમાં બહોળો અને સકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. સુરતનાં પતંગ-દોરી બજારમાં નોટબંધી બાદ નવા અંદાજમાં પતંગ અને દોરીનું ખરીદ-વેચાણ થઇ રહ્યું છે. ઉતરાયણના માહોલમાં નોટ બંધીના ૫૦ દિવસ પૂર્ણ થઇ ગયા છતાં પતંગ બજારમાં  નોટબંધીની અસર ન વર્તાય તે માટે પતંગ અને દોરી વેચાણ કરનાર વિક્રેતાઓએ સ્વાઇપ મશીન, પેટીએમની સુવિધા પતંગ દુકાનમાં કરી છે. રૂપિયાના અભાવના કારણે કોઈ પતંગબાજ વિમુખ ન રહે તે માટે દુકાનદારો સ્વાઇપ મશીન, પેટીએમથી બિલનું પેમેન્ટ લઇ રહ્યા છે.
 
પતંગબાજોમાં ખુશીની લહેર
 
નોટબંધીનાં ૫૦ દિવસ બાદ પણ બેન્કોમાં નાણાની તંગી વર્તાઈ રહી છે. અને લોકોએ રૂપિયા મેળવવા માટે બેંકની લાઈનમાં ઉભું રહેવું પડે છે. ત્યારે હાલ ઉતરાયણ પર્વની ખરીદીનો માહોલ ચાલી રહ્યો છે. અને નાણાની તંગીને લઈ પતંગબાજોમાં ખરીદી માટે રોકડની સમસ્યા સર્જાઈ રહી છે. ત્યારે પતંગ વિક્રેતાઓ દ્વારા સ્વાઇપ મશીન, પેટીએમની સુવિધા ઉભી કરવામાં આવતા પતંગબાજોમાં ખુશીની લહેર છવાઈ છે. બીજી તરફ માતાઓ પણ પોતાના બાળકોને પતંગ ખરીદવા માટે કેશલેસ સિસ્ટમનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે.
 
કેશલેસનો પતંગ ગગન ચુંબી આકાશમાં લહેરાશે
 
નોટબંધી પાછળ સરકારનો કાળા નાણાની નાબુદી ઉપરાંત લોકો કેશલેસ સિસ્ટમને અપનાવે ત્યારે ગુજરાતનો મોસ્ટ પોપ્યુલર કાઈટ ફેસ્ટીવલમાં કેશલેસ સિસ્ટમનો નવો રંગ ઉમેરાયો છે. અને ઉતરાયણમાં કેશલેસનો પતંગ ગગન ચુંબી આકાશમાં લહેરાશે તેવું વાતાવરણ ઉભું થયું છે.
 
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: note ban effect on kite bazar, get cashless system and go digital in surat
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended