Home »Daxin Gujarat »Latest News »Surat City» Muslim Woman Marriage Of Hindu Woman After Adoption Orphaned Child In Kadod

સુરતઃ મુસ્લિમ મહિલાએ દત્તક લીધેલી હિન્દુ અનાથ દીકરીનું કર્યું કન્યાદાન

Bhavik Panchal, Kadod | Apr 20, 2017, 11:09 AM IST

  • 5 અનાથ બાળકીને મોટી કરી અને મુસ્લિમ મહિલાએ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી ધામધૂમથી લગ્ન કરાવ્યાં
સુરતઃઅસહિષ્ણુતા, સમાજમાં ભાગલાની વાતથી આજે સમાજ બે ભાગમાં વહેંચાઈ રહ્યો છે. ત્યારે ગુજરાતના સુરત જિલ્લાના બારડોલી તાલુકાના નાનકડા એવા કડોદ ગામમાં મુસ્લિમ મહિલાએ ઉપાડેલું બીડું ખરેખર કાબીલે તારીફ છે. આ મહિલાએ હિન્દુ સમાજની પાંચ જેટલી આદિવાસી બાળાને પાંચ વર્ષ અગાઉ દત્તક લઈ પોતાના ઘરમાં લઈ ગઈ હતી. અને સમયાંતરે આ યુવતી લગ્ન લાયક થઈ જતાં હિન્દુ સમાજમાં જ યોગ્ય મુરતિયો શોધી તેના ધૂમધામથી લગ્ન કરાવે છે. હાલમાં 16મી એપ્રિલના રોજ કડોદ ગામે મંદિરમાં એક યુવતીના તેમણે ધૂમધામથી લગ્ન કરાવ્યાં હતાં.   
 
5 બાળકીને તેમણે દત્તક લઈ ઘરે લઈ ગયા
 
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોદ ગામે રહેતા નસરીનાબાનુ ફારૂક શેખનાં લગ્ન નવસારી થયાં હતાં. કડોદ ગામે તેમનું પિયર હતું. મૂળ ખેતી સાથે જોડાયેલું આ પરિવાર આર્થિક રીતે સુખી સંપન્ન હતું. નસરીના બાનુ (પ્રિન્સ ટ્રાવેલ્સવાળા)પહેલેથી જ સમાજમાં લોક સેવા કરવા માટે તલપાપડ રહેતા હતાં. 15 વર્ષ અગાઉ તેમણે બીડું ઝડપ્યું હતું અને કડોદ ગામે તેના પિયર આવ્યા હતા ત્યારે કડોદ અને તેની આજુબાજુના ગામોમાંથી આદિવાસી સમાજની 5 બાળકીને તેમણે દત્તક લઈ નવસારી ખાતે પોતાના ઘરે સાસરામાં લઈ ગયાં હતાં. 
 
ભરણપોષણ અને ઉછેરની તમામ જવાબદારી ઉપાડી
 
અભ્યાસ સહિત ઘરમાં રાખી પોતાની ચાર બાળકીની સાથે જ ઘરમાં જ આ પાંચ બાળકીનો ઉછેર શરૂ કર્યો હતો અને ત્યારબાદ તેઓ કડોદ ખાતે રહેવા આવી ગયાં હતાં. કડોદ આવ્યાં ત્યારે પણ આ બાળકીને ઘરમાં સાથે રાખી હતી. એક જ રસોડામાં રસોઈ બનાવી પરિવાર સાથે જમતા હતાં. તેમના ભરણપોષણ અને ઉછેરની તમામ જવાબદારી નસરીના બાનુએ ઉપાડી હતી. અને સમય જતાં બે યુવતી લગ્નલાયક થઈ હતી. જેમાં હિનાબહેન ભગુભાઈ રાઠોડ નામની યુવતીના તેમણે કડોદ ખાતે મંદિરમાંથી નવસારીમાં યોગ્ય મુરતિયો શોધી લગ્ન કરાવ્યા હતાં. ત્યારબાદ કમુબહેન અજયભાઈ રાઠોડ નામની યુવતીના પણ કામરેજ તાલુકાના લાવડી ગામે લગ્ન કરાવ્યા હતાં.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી ધામધૂમથી લગ્ન કરાવ્યાં 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Muslim woman marriage of hindu woman after Adoption Orphaned child in kadod
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended