Home »Daxin Gujarat »Latest News »Surat City» Modi Write Number Plate Car: Meal To Poor People By Rakshak Group In Surat

જ્યારે સુરતના રસ્તા પર નીકળે છે 'મોદી કાર', કરે છે આ ભગીરથ કામ

Ashish Modi, Surat | May 18, 2017, 13:15 PM IST

  • મોદી નંબર પ્લેટ લખેલી કારમાં ભુખ્યાઓને ભોજન કરાવવામાં આવે છે
સુરતઃ ભુખ્યાને ભોજન આપવા ભોજનનો બગાડ બંધ કરવાની વડાપ્રધાન મોદીની અપીલ બાદ સુરતની એક સામાજિક સંસ્થાએ 10 મહિનામાં એક લાખથી વધુ ગરીબોને જમાડ્યા છે. 10 મહિનામાં 13 વિસ્તારોમાં યોજાયેલા પ્રસંગોમાંથી ભોજન લઇ ગરીબોને જમાડ્યા છે. જ્યારે કારની નંબર પ્લેટમાં મોદી લખેલું હોવાથી લોકો મોદી કારથી ઓળખે છે.
 
એક ઘટનાથી શરૂ થઈ અનોખી સેવા
 
ગૌરવ પટેલ (પ્રણેતા, રક્ષક ગ્રુપ )એ જણાવ્યું હતું કે, ભુખ્યાને ભોજન ખવડાવવું એના જેવી કોઈ સાચી સેવા નથી. જેનો અહેસાસ 10 મહિના પહેલાં જ થયો હતો. વરાછા સ્થિત એક લગ્ન પ્રસંગમાં એક બાજુ ખુશી અને બીજી બાજુ શોકનો માહોલ હતો. દીકરીના લગ્નમાં જ પરિવારના સદસ્યનું મોત નીપજ્યું હતું. ત્યારે લગ્ન તો થઇ ગયા પણ કોઈ મહેમાને ભોજન ન કર્યું હતું. જેથી 1400 લોકોની રસોઈ ઉકરડા પર ફેંકી દેવી પડે તેવો સમય આવી ગયો હતો. ત્યારે વિચાર આવ્યો હતો કે આ ભોજનનો બગાડ કોઈના પેટની ભૂખ મટાડી શકે છે. જેથી મિત્રની મદદથી પોતાની કારમાં લગ્નના જમાડવાવાળાના તપેલાઓ લઇ અલગ અલગ વિસ્તારોમાં ફરીને ભુખ્યાને જમાડ્યા હતા. કલાકો લાગ્યા હતા પણ આ એક જીવનની સારી કામગીરીનો અહેસાસ થયો હતો.
 
ભગીરથ કાર્ય દેશભરમાં શરૂ કરવાનું આયોજન
 
વધુમાં જણાવ્યું હતું કે, સર્વધર્મ, સર્વ સમાજની થીમ પર શરૂ થયેલા રક્ષક ગ્રુપના આ કાર્યને દેશભરમાં શરૂ કરવાનું આયોજન છે. દેશના તમામ રાજ્યોના મોટા શહેરોમાં જરૂરિયાત મંદ લોકોને જમાડવા કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા ઉભી કરી આ કાર્યને આગળ વધાવવાનો પ્રયાસ કરીશું. તેમજ કોઈ પણ દેશવાસી ભૂખ્યો ન સૂઈ જાય કે ભૂખથી મૃત્યુ ન પામે તેનો ખ્યાલ રાખીશું. હાલ તેમની આ ભગીરથ કાર્યમાં અનેક દાતા ઓ જોડાયા છે. જેમના સહકારથી પેપર ડીસ, ચમચી, વાડકા અને ભોજન લાવવા માટે પવાલીની વ્યવસ્થા કરી આપે છે.  
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, બે મિત્રોએ શરૂ કરેલી અનોખી સેવામાં હજારો જોડાયા
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Modi write number plate car: Meal to poor people by Rakshak Group in surat
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended