Home »Daxin Gujarat »Latest News »Surat City» Married Woman Hanging Suicide At Home After Write Suicide Note On Study Board In Surat

સુરતઃ બોર્ડ પર સુસાઈડ નોટ લખી આપઘાત, ઘરમાંથી મળી લટકતી લાશ

divyabhaskar.com | Mar 14, 2017, 14:54 PM IST

  • બાળકોના અભ્યાસ બોર્ડ પર ટુંકી સુસાઈડ નોટ લખી પરિણીતાએ આપઘાત કર્યો
સુરતઃઘરમાં બાળકોના અભ્યાસના બોર્ડ પર 'આઈ લવ યુ ઓલ ફેમિલિ'  લખી ગળે ફાંસો ખાઈ એક પરિણીતાએ આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. દીકરી રૂમમાં માતાની લટકતી લાશ જોઈને ભાંગી પડી હતી. પરિણીતાએ સાસરિયાં અને માતા-પિતા વચ્ચે ચાલતા ઝઘડાઓને લઈને માનસિક તણાવમાં આકરું પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.
 
દીકરીને માતા ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી
 
મૂળ ભાવનગરના વતની રાહુલ ત્રિવેદી સુરતમાં પુણા-પરવતપાટિયા વિસ્તારમાં આવેલા પ્લાઝા કોમ્પલેક્ષમાં પરિવાર સાથે રહે છે. તેમના પરિવારમાં પત્ની ઉર્વશી(ઉ.વ. 45) અને બે બાળકો છે. રાહુલ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલો છે. થોડા દિવસો પહેલા રાહુલ વતન ભાવનગર ગયો હતો. ત્યાંથી ગઈકાલે(સોમવાર) ધૂળેટીના દિવસે પરત ફરતા સમયે દીકરીને ફોન કરીને કહ્યું હતું કે, હું ઘરે આવું છું. જમવાનું બનાવી રાખજો. જેથી દીકરી માતાના રૂમ પાસે પહોંચી હતી. જોકે દરવાજો ખખડાવવા છતાં માતાએ દરવાજો ખોલ્યો નહોતો. જેથી દીકરીએ બૂમાબૂમ કરી હતી. ત્યારબાદ દરવાજો તોડી ખોલતા દીકરીને માતા પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી હતી. 
 
પારિવારિક ઝઘડામાં આપઘાત કર્યો
 ઉર્વશીના ભાઈની સગાઈમાં રાહુલનાં પરિવારજનો અને વેવાઈ વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ઉર્વશીના ભાઈના મેરેજમાં રાહુલને આમંત્રણ આપવામાં આવ્યું નહોતો. જેથી બન્ને પરિવાર વચ્ચે ઝઘડો ચાલતો હતો. દરમિયાન રાહુલે પત્નીને કહ્યું હતું કે, તારા પરિવારજનોએ મારી સાથે સંબંધ તોડી નાખ્યો છે. જેથી તારે પણ કોઈ સંબંધ રાખવાનો નથી. આ બાબતને લઈને પતિ-પત્ની અને પરિવારમાં અવાર-નવાર ઝઘડાઓ થતાં હતાં. જેથી ગઈકાલે ધૂળેટીના દિવસે પરિણીતાએ ગળેફાંસો આપઘાત કરી લીધો હતો.
 
બોર્ડ પર લખી ટૂંકી સુસાઈડ નોટ
 
દીકરી અને દીકરો ધૂળેટીની ઉજવણી કરી રહ્યા હતા. દરમિયાન માતાએ અભ્યાસના બોર્ડ પર સુસાઈડ નોટ લખી આપઘાત કરી લીધો હતો. ટૂંકી સુસાઈડ નોટમાં પરિણીતાએ લખ્યું હતું કે, આઈ લવ યુ મહર્ષી(દીકરો), વૃષ્ટી(દીકરી) અને માય ઓલ ફેમિલિ અને નીચે પોતાનું નામ લખ્યું હતું. 
 
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: married woman hanging suicide at home after write suicide note on study board in surat
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended