Home »Daxin Gujarat »Latest News »Surat City» Mangal Enter In Vrushbh, Effect On All Rashi, People Will Get Relief From Hit

મંગળનો વૃષભમાં પ્રવેશ, તમામ રાશિઓ પર પડશે આવી અસર

divyabhaskar.com | Apr 14, 2017, 11:51 AM IST

  • મંગળનો વૃષભમાં પ્રવેશથી તમામ રાશિઓ પર અસર થશે
સુરતઃ મંગળ રાશિનું મેષમાંથી વૃષભ રાશિમાં પ્રવેશ થયો છે. ત્યારે તેની સારી-ખરાબ અસર તમામ રાશિઓ પર પડશે. આ રીતે જોવા જઇએ તો ગુરૂવારે સવારે 4:12 કલાકે મંગળે વૃષભમાં પ્રવેશ કર્યો છે. મંગળને ઉર્જાના દેવ તથા યુદ્ધના દેવ તરીકે ઓળખાય છે. મંગળ પણ રાશિના જાતક પર સારી અને ખરાબ બન્ને અસર નાંખે છે. આ અંગે માહિતી આપતાં શાસ્ત્રી નયન પંડ્યાએ જણાવ્યું કે, આ રાશિ પરિવર્તનની અસર પર નજર કરીએ તો મંગળની ચોથી દ્રષ્ટિ રાહુ તથા આઠમી દ્રષ્ટિ શનિ પર પડવાથી રાહુ તથા શનિના અશુભ ફળ તા.26 મે સુધી ઘટશે નહીં. 
 
ભારતદેશની વૃષભ લગ્નની કુંડળીમાં આ મંગળ શુભ અને લાભકારી
 
ભારતદેશની વૃષભ લગ્નની કુંડળીમાં આ મંગળ શુભ અને લાભકારી રહેશે. આ રાશિ પરિવર્તનથી લોકોને ગરમીમાં રાહત મળશે. આ ઉપરાંત દુનિયાભરમાં ભારતની રાજકીય વગમાં પણ વધારો થશે. આ રીતે જોવા જઇએ તો હાલમાં ફાંસીની સજા મળેલ કુલભૂષણની ફાંસીની સજા ભારતના દબાણમાં આવીને પાકિસ્તાન રદ્દ કરી દે. આ સમય દરમિયાન ફિલ્મ, ટીવી અને મનોરંજન ક્ષેત્રે ખુબ પ્રગતિનો સમય બની રહેશે. આ તરફ મંગળના પ્રભાવ હેઠળ આવતાં ક્ષેત્રો જેવા કે પોલીસ, આર્મી, ઇલેક્ટ્રોનિક્સ, કેમિકલ તથા જમીન અને રિયલ એસ્ટેટના ક્ષેત્રેમાં લાભકારી સમય તેમજ એલર્ટનેસ જોવા મળશે. 
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, તમામ 12 રાશિ પૈકી 8 રાશિના જાતકોને ગ્રહ પરિવર્તન ફળશે
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: mangal enter in vrushbh, effect on all rashi, People will get Relief from Hit
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended