Home »Daxin Gujarat »Latest News »Surat City» Living Crab Wield Devotees To Ramnath Ghela Mahadev In Surat

સુરતમાં રામનાથ ઘેલા મહાદેવને ભાવિકો ચડાવે છે જીવતા કરચલા, જાણો રહસ્ય

divyabhaskar.com | Jan 24, 2017, 08:03 AM IST

  • ભગવાન શિવ શંકરને જીવતા કરચલા ચડાવવાની પ્રથા ચાલી આવે છે
સુરતઃ ઉમરા વિસ્તારમાં તાપી નદીના તટે રામનાથ ઘેલા મહાદેવ મંદિર આવેલું છે. દર વર્ષે પોષ મહિનાની વદ અગિયારસે ભગવાન શિવ શંકરને જીવતા કરચલા ચડાવવાની પ્રથા ચાલી આવે છે. જેમાં આજે દર વર્ષની જેમ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યાં હતાં. અને ભગવાનને જીવતા કરચલા ચડાવ્યાં હતાં. મંદિર તંત્ર દ્વારા જીવતા કરચલા ચડાવતી વખતે કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
 
રોગથી પિડાતા લોકો જીવતા કરચલાની બાધા રાખે છે
 
રામનાથ ઘેલા મહાદેવને વર્ષમાં ત્રણ વાર જીવતા કરચલા ચડાવવાની પ્રથા ચાલી આવે છે. જીવતા કરચલા ચડાવવાની ભાવિકો દ્વારા બાધા રાખવામાં આવે છે. કાનમાં રસીથી પિડાતા લોકો જીવતા કરચલાની બાધા રાખે છે અને કામ પૂર્ણ થતાં તેઓ માનતા પૂર્ણ કરે છે. અહિં મોટી સંખ્યામાં પિતૃતર્પણ વિધી પણ કરવા માટે લોકો ઉમટે છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, શા માટે વર્ષોથી ભાવિકો મહાદેવને ચડાવે છે જીવતા કરચલા
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Living crab wield devotees to ramnath ghela mahadev in surat
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended