Home »Daxin Gujarat »Latest News »Surat City» Knife Attack On Younger At Office In Surat And Caught In CCTV

સુરતઃ ઓફિસમાં ઘૂસી તોડફોડ કરી યુવકને માર્યા ચપ્પુના ઘા, CCTV

divyabhaskar.com | Mar 21, 2017, 12:58 PM IST

  • ઉધનાના રામનગર રોડ પર કેટલાક અજાણ્યા ઈસમોએ એક યુવકને ઓફિસમાં ઘૂસી ચપ્પુના ઘા માર્યા
સુરતઃ ઉધનાના રામનગર રોડ પર કેટલાક અજાણ્યા ઈસમોએ એક યુવકને ઓફિસમાં ઘૂસી ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવાનો પ્રયાસ કરતા ભાગદોડ મચી ગઈ હતી. સામાન્ય ધક્કો લાગ્યા બાદ થયેલી માથાકૂટને લઈ હોબાળો થયો હતો. જોકે હાજર લોકોની મધ્યસ્થી બાદ મામલો માંડ માંડ થાળે પડ્યો હતો. ત્યારબાદ અજાણ્યો ઈસમ પોતાના સાગરીતો સાથે યુવકની ઓફિસમાં ઘૂસીને તોડફોડ કર્યા બાદ ચપ્પુ ઘૂસાડી દેતા હોબાળો મચી ગયો હતો. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ જતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
 
હાથમાં તલવાર અને ચપ્પુ લઇ ઓફિસમાં ઘૂસી ગયા
 
ઉધનામાં રામનગર રોડ પર વડાપાવની દુકાન પર સામાન્ય ધક્કો લાગવા બાબતે થયેલી આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફુટેજમાં બે શખ્સો હાથમાં તલવાર અને ચપ્પુ લઇ ઓફિસ સુધી ઘસી આવ્યા હતા. ત્યારબાદ તોફાનીઓએ ઓફિસની બારીનો કાંચ તોડતા પણ કેદ થયા ગયા હતા. જોકે ઘટનાની જાણ બાદ લોક ટોળું  ભેગું થઇ જતા તમામ હુમલાખોરો ભાગી છૂટ્યા હતા. જ્યારે એક ઈસમ લોકોના હાથે ઝડપાઈ ગયો હતો.  હાલ પોલીસે પણ સીસીટીવી ફુટેજના આધારે અન્ય આરોપીઓને ઝડપી પાડવાની દિશામાં ચક્રોગતિમાન કર્યા છે.
 
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: knife attack on younger at office in surat and caught in CCTV
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended