Home »Daxin Gujarat »Latest News »Surat City» IT Search Operation Of Bhajiawala Bank Lockers, 16 Lockers Operate By IT In Surat

સુરત: ભજિયાંવાલાના 16 લોકરમાંથી નીકળ્યો સોનાની ઈંટ સહિતનો 'ખજાનો'

divyabhaskar.com | Dec 17, 2016, 17:34 PM IST

સુરતઃ ઉધનાના ફાયનાન્સર કિશોર ભજિયાંવાલાને ત્યાં આઇટીની ઇન્વેસ્ટિગેશન વિંગના દરોડામાં કુબેરનો ખજાનો હાથ લાગ્યો છે. તપાસ દરમિયાન 16 જેટલા લોકરની માહિતી મળી હતી. જેમાં બે દિવસની તપાસમાં પહેલા દિવસે આઠ લોકરમાંથી 1.29 કરોડ રોકડા, 2.5 કરોડની જ્વેલરી અને 180 કિલો ચાંદી મળ્યું હતું. જ્યારે બીજા દિવસની તપાસમાં ત્રણ લોકરમાંથી પાંચ લાખની રોકડ, ગોલ્ડ, સિલ્વર અને ડાયમંડ જ્વેલરી સહિત કુલ 15 કિલોની રૂ. પાંચ કરોડની મત્તા મળી આવી હતી. જોકે હજુ તપાસ ચાલી રહી છે. જેમાં તેની પ્રોપર્ટીનો આકંડો 400 કરોડ સુધી પહોંચવાની શક્યતા રહેલી છે.
 
મહિને 4.5 કરોડની આવક અને 400 કરોડની પ્રોપર્ટી
 
સુરતમાં 25 પૈસાની ચા વેચતો કિશોર ભજિયાંવાલા 31 વર્ષમાં રૂ. 400 કરોડની મિલકતોનો માલિક બની ગયો. આવકેવરા વિભાગના સર્ચ ઓપરેશન દરમિયાન ફાઈનાન્સરને ત્યાંથી મળી આવેલ દસ્તાવેજોની તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. ફાઈનાન્સરના સીલ કરવામાં આવેલ 16 બેન્ક લોકરમાંથી 5 કિલો સોનાના બાર, 8 કિલો ગોલ્ડ જ્વેલરી, 1 કિલો ડાયમંડ જ્વેલરી, 1.25 કિલો સિલ્વર જ્વેલરી, કરોડ રૂપિયા રોકડા અને 400 કરોડની મિલકત હોવાનું બાહર આવ્યું છે. આઇટી સૂત્રો હાલ પરફેક્ટ અંદજો લગાવી શક્યા નથી. છતાં એક ફિગર સામે આવ્યો હતો કે, વ્યાજની રૂ. 3 કરોડ અને ભાડાની રૂ. 4.50 કરોડની આવક છે. જેથી ભજિયાંવાલાને મહિને 7.5 કરોડની આવક છે.
 
16 લોકર ઓપરેટ કરવામાં આવ્યા 
 
મહિને 10થી 20 ટકા તથા વાર્ષિક 20થી 45 ટકા લેખે વ્યાજ લઈને લોકોને રૂપિયા ફાઈનાન્સ કરતા ઉધના વિસ્તારના ફાયનાન્સર કિશોર ભજિયાંવાલાને ત્યાં આવેકવેરા વિભાગ દ્વારા ત્રણ દિવસ પહેલા દરોડા પાડીને સર્વે શરૂ કર્યો હતો. આવેકવેરા વિભાગના અધિકારીને જોઈને તો કિશોરે તો કહીં દીધું કે, અમારે ત્યાં કંઈ જ નથી. તમારો ફેરો ફોગટ જશે. પરંતુ આઈટી વિભાગ પાસે જે માહિતી હતી તેનાથી કિશોર તથા તેમનો દિકરો અજાણ હતા. જેમ જેમ વિભાગ દ્વારા સર્વે શરૂ કરવામાં આવ્યો તેમ તેમ ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. સર્વેની શરૂઆતમાં જ તેમની ઓફિસમાંથી રોકડા રૂ. 23 લાખ મળી આવ્યા હતા. જેમાં રૂ. 16 લાખની તો નવી ચલણી નોટો હતી. જેને લઈને વિભાગ દ્વારા સર્વેને સર્ચમાં તબદીલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી. કિશોરની ત્રણ ઓફિસ અને તેમના બે મકાનમાં એક સાથે તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં બેન્કના 16 લોકર હોવાની વિગતો મળી હતી. જેથી લોકર ઓપરેટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, પહેલાં બે લોકર ખાલી નીકળતા ભજિયાંવાલા થયો ખુશ, આઈટી અધિકારીઓ મૂઝવણમાં
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: IT search operation of Bhajiawala bank lockers, 16 lockers operate by IT in Surat
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended