Home »Daxin Gujarat »Latest News »Surat City» Inside Photos Of International Amusement And Water Park Built In Surat

સુરતનું નવું નજરાણું: ઈન્ટરનેશનલ લેવલ એમ્યુઝમેન્ટ પાર્કનો અંદરનો નજારો

divyabhaskar.com | Mar 20, 2017, 09:33 AM IST

  • લોકભાગીદારીથી મગોબ ખાતે એમ્યુઝમેન્ટ કમ વોટર પાર્ક બનાવ્યો
સુરત:એમ્યુઝમેન્ટ પાર્ક અને વોટર પાર્કની મજા માણવા ગુજરાતના મોટાભાગના લોકો રાજ્ય બહાર જતા હોય છે. જોકે પાલિકાએ સુરતમાં મગોબ ખાતે લોકભાગીદારીથી ઈન્ટરનેશનલ એમ્યુઝમેન્ટ કમ વોટર પાર્ક વિકાસાવ્યો છે. આ એમ્યુઝમેન્ટ કમ વોટર પાર્કમાં રહેલી 19 રાઈડ પૈકીની રાઈડ સમગ્ર દેશમાં ક્યાંય ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જ્યારે આ વોટર પાર્કનું ઉદ્ધાટન 15 ડિસેમ્બરના રોજ સીએમ વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.
 
15 એકરમાં બન્યો એમ્યુઝમેન્ટ કમ વોટરપાર્ક
 
શહેરમાં એમ્યુઝમેન્ટ અને વોટર પાર્કની સુવિધા ન હોવાના કારણે પાલિકાએ લોકભાગીદારીથી મગોબ ખાતે એમ્યુઝમેન્ટ પાર્ક કમ વોટર પાર્ક બનાવ્યો છે. એમ્યુઝમેન્ટ પાર્ક અને વોટર પાર્કની મજા માણવા મોટાભાગના લોકો ગુજરાત બહાર જતા હોય છે. જેથી સુરત પાલિકા દ્વારા લોકભાગીદારીથી 15 એકરમાં ઈન્ટર નેશનલ લેવલ એમ્યુઝમેન્ટ કમ વોટરપાર્ક બનાવવામાં આવ્યો છે.
 
એમ્યુઝમેન્ટ કમ વોટર પાર્કના આકર્ષણના કેન્દ્રો
 
એમ્યુઝમેન્ટ કમ વોટર પાર્ક સંપૂર્ણ યુરોપિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ પાર્ક કલ્ચરલ અને પર્યાવરણના સમન્વયનું બેજોડ ઉદાહરણ છે. સહેલાણીઓને અહીં સાઉથ અમેરિકાના ખાસ જંગલોમાં વિહાર કરતા હોય એવી અનુભૂતિ કરી રહ્યા છે. વોટર પાર્કમાં કિંગ કોબ્રા જેવી દુનિયાની સર્વશ્રેષ્ઠ રાઇડ ઉપરાંત લૂપિંગ રોકેટ સહિતની રાઇડ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બટરફલાય પાર્ક, ફોટો ગેલેરી એરિયા પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.
 
વોટર પાર્કમાં તમામ સહેલાણીઓનો વીમો
 
દેશના અન્ય શહેરોમાં આવેલા વોટર પાર્ક સિટીથી દૂર છે. જ્યારે વોટર પાર્ક સુરત સિટીમાં જ હોય શહેરીજનો માત્ર ૨૦ મિનિટના ટૂંકા અંતરમાં જ પાર્ક સુધી પહોંચી શકે છે.. આ વોટર પાર્કમાં તમામ સહેલાણીઓનો વીમો લેવાયો છે. રાઇડ્સમાં સહેલાણીઓની સેફટીને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે.
 
તમામ રાઇડથી માંડીને મોટાભાગની સામગ્રી વિદેશથી મંગાવાઇ
  
એમ્યુઝમેન્ટ કમ વોટરપાર્ક વિકસાવવા માટે 15 એકર જમીનની ફાળવણી થઇ હતી. જેમાં એમ્યુઝમેન્ટ કમ વોટરવાર્ક ઇન્ટરનેશનલ કક્ષાનો બનાવાયો છે. વોટરપાર્કમાં ઉભી કરાયેલી તમામ રાઇડથી માંડીને મોટાભાગની સામગ્રી વિદેશથી મંગાવાઇ છે. તેમજ વિદેશમાં જે રીતે વોટર પાર્ક હોય તે પ્રમાણેની થીમ પર સમગ્ર વોટરપાર્ક બનાવાયો છે. જેથી લોકો વોટરપાર્કમાં જતા વિદેશમાં હોય તેવો અનુભવ કરી રહ્યા છે.
 
સમગ્ર દેશમાં આવો વોટર પાર્ક ન હોવાનો દાવો
 
મગોબના એમ્યુઝમેન્ટ કમ વોટર પાર્ક અને તેમાં રહેલી 19 જેટલી રાઇડ સમગ્ર દેશમાં ક્યાંય ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કારણ કે આ રાઇડમાં વાપરવામાં આવેલા બોલ્ટ સહિતનો સામાન વિદેશથી મંગાવાયો છે. આ પ્રમાણેનો વોટર પાર્ક ડિઝની લેન્ડ, બર્લિન જેવા શહેરોમાં હોય તે પ્રમાણેની રાઇડ તૈયાર કરાઇ છે. 
 
એક દિવસમાં 2500 લોકો મજા માણી શકશે 
  
આયોજકોએ 2500 ટિકીટ આપી દેવામાં આવ્યા બાદ પ્રવેશ નહીં આપવાનુ નક્કી કર્યુ છે. કારણ કે વધારે પ્રવેશ અપાય તો લોકો વોટરપાર્કની મજા માણી શકે તેમ ન હોવાથી 2500 વ્યક્તિઓ પછી પ્રવેશ નહીં આપવામાં આવે.
 
શું છે આ પાર્કમાં? 
 
કિડ્સ રાઇડ્સ- દસ વર્ષથી નાની ઉંમરનાં બાળકો માટે
ફેમિલી રાઇડ્સ- બધી જ ઉંમરનાં ગ્રુપ માટે 
થ્રીલ રાઇડ્સ- ફકત એડલ્ટ્સ માટે કે જેઓને થ્રીલ અને એડ્વેન્ચર ગમે છે
આઇકોનીક રાઇડ્સ- ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની રાઇડ્સ જે એમ્યુઝમેન્ટ પાર્કની ખ્યાતિ છે - 
 
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: inside photos of international amusement and water park built in surat
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended