Home »Daxin Gujarat »Latest News »Surat City» I Love Hitesh Write Suicide Note By Blood And Woman Hanging Suicide In Surat

સુરતઃ 'હિતેશને ફાંસી અપાવજે', લોહીથી ILU લખી યુવતીનો આપઘાત

divyabhaskar.com | Apr 11, 2017, 09:21 AM IST

  • લોહીથી સુસાઈડ નોટમાં આઈ લવ યુ હિતેશ લખી યુવતીએ આપઘાત કરી લીધો
સુરતઃ ભેસ્તાન આવાસમાં એક યુવતીએ હાથની નસ કાપ્યા બાદ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. યુવતી પાસેથી એક ચાર પાનાની સુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં પ્રેમી હિતેશને ફાંસી અપાવવાની ઈચ્છા સાથે લોહીથી આઈ લવ હિતેશ લખ્યું હતું.
 
સુસાઇડ નોટે પરિવારના હ્રદય ધ્રૂજાવી દીધા
 
મળતી માહિતી અનુસાર, બેગમપુરાના ફાલસાવાડીમાં રહેતા બીપીનભાઈ પટેલ એસએમસીના ડીમોલેશન બાદ પરિવાર સાથે ભેસ્તાન આવાસમાં રહેવા આવ્યા હતા. જોકે પારિવારિક કેટલીક સમસ્યાઓને લઇ તેઓ ફરી 15 દિવસ પહેલાં જ પરિવાર સાથે બેગમવાડી રહેવા ચાલી ગયા હતા. ત્યારબાદ શનિવારના રોજ તેમની નાની દીકરી અંકિતા ભેસ્તાન આવાસના મકાનમાં આવી હતી. જેની પાછળ મોડી સાંજે તેનું પરિવાર અંકિતાને શોધતું શોધતું આવ્યું હતું. આવાસના ઘરનો દરવાજો તોડી અંદર પ્રવેશ કરતા જ અંકિતા લટકતી મળી આવી હતી. જેની પાસેથી મળી આવેલી ચાર પાનાની સુસાઇડ નોટે પરિવારના હ્રદય ધ્રુજાવી દીધા હતા.
 
ઘરની નીચે જ રહેતા યુવાન સાથે પ્રેમ
 
ભેસ્તાન આવાસના સ્થીનિકોએ જણાવ્યું હતું કે, અંકિતાના પિતા સંચા કારીગર છે. એક પરિણીત બહેન અને એક ભાઈ છે. અંકિતા ત્રણ વર્ષથી હિતેશ નામના યુવાનના પ્રેમમાં હતી. હિતેશનું પણ ભેસ્તાન આવાસમાં અંકિતાના ઘરની નીચે જ એક મકાન હતું. જેથી બંને ઘણીવાર આવાસના મકાનમાં ભેગા પણ થતા હતા. હિતેશને એક ભાઈ અને એક બહેન છે. તેના પિતા લુમ્સના કારીગર છે.
 
સુસાઈડ નોટમાં શું લખ્યું
 
મમ્મી હિતેશ મારી સાથે લગ્ન કરવાની ના પાડે છે એ મારી સાથે ટાઈમ પાસ કરતો હતો. મને માફ કરજે પણ હિતેશને ફાંસીની સજા અપાવજે. માતાને છેલ્લી ચિઠ્ઠી લખી મોતને વ્હાલું કરી લીધું હતું. હાથના કાંડાની નસ કાપી સુસાઇડ નોટ પર આઈ લવ યુ હિતેશ લખીને આપઘાત કરી લીધો હતો.
 
પ્રેમીને ફાંસીની છેલ્લી ઈચ્છા
 
મૃતક અંકિતાએ પોતાના લોહીથી સુસાઇડ નોટ પર આઈ લવ યુ હિતેશ લખી મોતને વ્હાલું કર્યું હતું. તેમજ જેવી મારી હાલત થઇ છે તેવી જ હાલત હિતેશની થવી જોઈએ, હિતેશને ફાંસી અપાવવાની છેલ્લી ઈચ્છા વ્યક્ત કરી હતી. અને મમ્મીને સોરીનો સંદેશ લખી આકરુ પગલું ભરી લીધું હતું.
 
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: i love hitesh write suicide note by blood and woman hanging suicide in surat
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended