Home »Daxin Gujarat »Latest News »Surat City» I Love Hitesh Write And Hanging Suicide By Woman In Surat, Lover Photos

સુરત: આ છે અંકિતાનો કથિત 'પ્રેમી' હિતેશ, જેને અપાવવા ઈચ્છતી હતી ફાંસી

divyabhaskar.com | Apr 11, 2017, 10:11 AM IST

  • સુસાઈડ નોટમાં ઉલ્લેખ કરાયેલા પ્રેમી હિતેશની ફાઈલ તસવીર અને ઈનસેટમાં આપઘાત કરનાર યુવતીની ફાઈલ તસવીર
સુરત:‘આઈ લવ હિતેશ’ લોહીથી પ્રેમીનું નામ સુસાઈડ નોટમાં લખી ભેસ્તાનની 22 વર્ષીય યુવતીએ હાથની નસ કાપી ફાંસો ખાઈ લીધો હતો. પ્રેમીએ લગ્ન કરવા ઈનકાર કરી 3 વર્ષના પ્રેમસંબંધ પર પૂર્ણ વિરામ મૂકી દેતાં યુવતીએ આ પગલું ભર્યું હતું. માતાને લખેલી સુસાઈડ નોટમાં તેણે જણાવ્યું હતું કે, મોમ, હું જે કરું છું એ મારી સજા છે અને હિતેશને સજા ફાંસી અપાવજે તો જ મને શાંતિ મળશે.’
 
દૂપટ્ટાથી ફાંસો ખાધેલી હાલતમાં મળી
 
બેગમપુરા ફાલસાવાડીમાં રહેતા બીપીન પટેલને 1 પુત્ર અને 2 પુત્રી છે. શનિવારે નાની દીકરી અંકિતા (22) નોકરી પર જવાનું કહીને 10.30ના સુમારે નીકળી હતી. સાંજે 6 વાગ્યા સુધીમાં ઘરે આવી જતી હતી પરંતુ 7 વાગ્યે પણ નહીં આવતાં ભાઈ સંદિપ, બનેવી વિકી સહીત પરિવારે શોધખોળ હાથ ધરી હતી. ફોન બંધ હતો, ભેસ્તાન ભીમનગર આવાસ ખાતે તેમના બીજા મકાનમાં તપાસ કરતાં દરવાજો અંદરથી બંધ હતો. દરવાજો તોડતાં છતની હૂક સાથે તે દૂપટ્ટાથી ફાંસો ખાધેલી હાલતમાં મળી હતી. લાશ નજીકથી 4 પાનાની સુસાઇડ નોટ મળી હતી. 
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, હિતેશ અને અંકિતા વચ્ચે ત્રણ વર્ષથી હતો પ્રેમસંબંધ
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: i love hitesh write and hanging suicide by woman in surat, lover photos
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended