Home »Daxin Gujarat »Latest News »Surat City» Hanging Dead Body Found And Police At Spot For Inquiry In Surat

સુરતઃ ઝાડ સાથે રૂમાલ બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી લાશ

divyabhaskar.com | Jan 17, 2017, 16:41 PM IST

  • ભેસ્તાન-જીયાવ રોડ પર એક ઝાડ સાથે રૂમાલ બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર
સુરતઃપાંડેસરા વિસ્તારમાં ભેસ્તાન-જીયાવ રોડ પર એક ઝાડ સાથે રૂમાલ બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. અને ઓળખ વિધિની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
 
પોલીસે તપાસ હાથ ધરી
 
મળતી માહિતી અનુસાર, પાંડસેરા વિસ્તારમાં ભેસ્તાન-જીયાવ રોડ પર ખુલ્લા પ્લોટમાં આવેલા એક ઝાડ સાથે લટકતી લાશ મળી આવી છે. એક યુવાને ઝાડ સાથે રૂમાલ બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ આસપાસમાં લોકોને થતાં મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા. અને પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવાનની ઓખળ વિધિની કાર્યવાહી હાથ ધરી છે. અને ક્યાં કારણોસર આપઘાત કર્યો તેની તપાસ કરી રહી છે.
 
અગાઉ માત્ર માથું મળી આવ્યું હતું
 

અગાઉ આ વિસ્તારમાં ધડ વગરનું માત્ર માથું મળી આવ્યું હતું. ત્યારે સપ્તાહમાં જ વરિયાવી ખાડીથી એ જ મોડસ ઓપરેન્ડી પ્રમાણેનું બીજું માથું ધડથી અલગ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. દરમિયાન આજે લટકતી લાશ મળી આવતા લોકોમાં ગભરાહટનો માહોલ પેદા થયો છે. 
 
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: hanging dead body found and police at spot for inquiry in surat
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended