Home »Daxin Gujarat »Latest News »Surat City» Gujarat Maharashra Border Cold Wave Temperature Down Under 0 Degree

ગુજરાતની સરહદે છવાઈ બરફની ચાદરઃ તાપમાન ગગડીને શૂન્યની અંદર

Nilesh Patil,Nandurbar | Jan 18, 2017, 08:40 AM IST

  • સાતપૂડા પર્વતીય વિસ્તારમાં ઠંડીથી બરફની ચાદર છવાઈ ગઈ
સુરતઃ- ગુજરાત રાજ્યના અડીને આવેલા મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના સાતપુડા પર્વત વિસ્તારમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. તાપમાન શૂન્ય ડીગ્રીથી નીચે પહોંચી જતાં ખેતરોમાં બરફની ચાદરો જોવા મળી રહી છે. ભારે ઠંડીના કારણે આસપાસમાં રહેતા જનજીવન પર માઠી અસર પહોંચી છે. તો ઉભા પાકને પણ વધારે પડતી ઠંડીના કારણે નુકસાન જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
 
ગુજરાત સરહદે સર્જાયું કાશમીર
 
નંદુરબાર જિલ્લાના અક્કલકુવા તાલુકામાં હોલડાબ, પાટીલપાડા ગામમાં સતત પાંચેક દિવસથી વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. હવામાનનો પારો શૂન્યની નીચે પહોંચતા પાણીનું બરફમાં રૂપાંતર થઈ રહ્યું છે. જેથી અક્કલકુવા ધડગાંવ તાલુકાના લગભગ 50 હજાર લોકો પ્રભાવિત થયા છે. નંદુરબાર જિલ્લાના સાતપુડાના 3 અને 4 નંબરના પર્વતોમાં સતત પાંચ દિવસથી પાણીનો બરફ થઈ રહ્યો છે. જેથી આ વિસ્તારમાં કાશ્મીર જેવી સ્થિતિ નિર્માણ થઈ રહ્યું છે.

 
ઠંડીથી પાણી બન્યું બરફ
 
અક્કલકુવા વિસ્તારમાં મકાન,વાહનો પર, ખેતર, ગામમાં પાણી બરફમાં રૂપાંતરીત થઈ રહ્યું છે. પાંચ દિવસથી વાતાવરણમાં આવેલા પલટાને કારણે 0 થી 3 ડીગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જેના કારણે ખેડૂતોની ચિંતા વધી રહી છે. ડાબ ગામમાં ચાર પાંચ દિવસથી બરફની ચાદર છવાઈ જાય છે. જેથી ગામના લોકોએ દરરોજ બહાર જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અને નાનાં બાળકો નું તબિયત ખરાબ થઈ ગઈ છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો લોકો ખેતરે બપોરે જાય છે
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Gujarat Maharashra Border Cold Wave Temperature Down Under 0 Degree
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext