Home »Daxin Gujarat »Latest News »Surat City» Gujarat First Bookshops Open At Adajan Bhulka Bhavan School In Surat

ગુજરાતમાં પહેલીવાર સુરતની સ્કૂલમાં ખૂલી પુસ્તકની અનોખી દુકાન

divyabhaskar.com | Feb 09, 2017, 15:02 PM IST

  • ગુજરાતમાં સુરતની પહેલી સ્કૂલ એવી છે જેમાં પુસ્તકની દુકાન ખોલવામાં આવી છે
સુરતઃવિદ્યાર્થીઓમાં વાચનનો રસ કેળવાય એ હેતુથી અડાજણની ભૂલકાભવન સ્કૂલમાં પુસ્તકની એક દુકાન ખોલવામાં આવી છે. આ દુકાનમાંથી વિદ્યાર્થીઓ ડિસ્કાઉન્ટ સાથે પુસ્તકો ખરીદી શકશે. ગુજરાતમાં સુરતની આ પહેલી સ્કૂલ એવી છે જેમાં પુસ્તકની દુકાન ખોલવામાં આવી છે. 
 
બુક શોપ
 
વિદ્યાર્થીઓ ભલે પુસ્તક ન ખરીદે પરંતુ તેઓ રોજ પુસ્તક જોઈને પુસ્તક વાચન તરફ ‌વળે તે માટે સ્કુલની અંદર ભવન બુક સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે. આ બુક સ્ટોલની અંદર 2000 કરતાં વધારે પુસ્તકો મુકવામાં આવ્યા છે. જેમાં મોટીવેશનલ સ્ટોરી, જીવન ચરિત્રો સહિતનાં પુસ્તકો છે. વિદ્યાર્થીઓને વીસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. 
 
ઓનેસ્ટ ઓપન શોપ
 
આ સાથે સ્કુલની અંદર ઓનેસ્ટ ઓપન શોપ ખોલવામાં આવી છે. જેમાં રિસેસ દરમિયાન એક ટેબલ પર રીબીન, મોજા, નોટ, ફુટપટ્ટી, બોલપેન અને પેન્સિલ જેવી વસ્તુઓ વેચાણ માટે મુકવામાં આવે છે અને તેની બાજુમાં જ એક રૂપિયા નાંખવા માટે ડબ્બો મુકવામાં આવે છે. વિદ્યાર્થીઓ જાતે જ વસ્તુ લઈને એની કિંમતનાં રૂપિયા ડબ્બામાં મૂકી દે છે. વિદ્યાર્થીઓ પ્રમાણિક થાય તે માટે આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.
 
હોસ્પિટલમાં જઈને ફોર્મ ભરવા
 
વિદ્યાર્થીઓને હોસ્પિટલ વિશેની જાણકારી મળી રહે અને હોસ્પિટલમાં લોકોને મદદ થાય તે માટે સ્કુલમાંથી 10 વિદ્યાર્થીઓને સવારે 9થી 12 વાગ્યા સુધી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. જ્યાં વિદ્યાર્થીઓ દર્દીને ફોર્મ ભરી આપે છે, ડોક્ટર અને નર્સને સહાયક તરીકે મદદ કરે છે. 
 
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Gujarat first bookshops open at adajan bhulka bhavan school in surat
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext