Home »Daxin Gujarat »Latest News »Surat City» Gujarat Board Exam Classroom Girl Student Unconscious In Surat

સુરતઃ બોર્ડની ચાલું પરીક્ષામાં બેભાન થઈ વિદ્યાર્થિની, ખસેડાઈ હોસ્પિટલ

divyabhaskar.com | Mar 17, 2017, 23:00 PM IST

  • ચાલું પરીક્ષામાં વિદ્યાર્થિની બેભાઈ થઈ ગઈ
સુરતઃઅડાજણની એક સ્કૂલમાં ધોરણ 10ની વિદ્યાર્થિની બોર્ડની પરીક્ષાના બીજા પેપર દરમિયાન ક્લાસરૂમમાં બેભાન થઈ ગઈ હતી. જેથી તેણીને તાત્કાલિક 108ની મદદથી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલ તેણીની હાલત સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે.
 
પરીક્ષાખંડમાં ચાલું પરીક્ષાએ વિદ્યાર્થીની થઈ બેભાન
 
ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું આજે વિજ્ઞાનનું બીજું પેપર હતું. જેથી ઉમરપાડાના દાણાવડ ગામની કાંતણવાડી ફળીયમાં રહેતી તન્વી શ્યામસિંગ વસાવા સુરત કેન્દ્રમાં પરીક્ષા આપવા આવી હતી. તન્વી એક્સટર્નલ પરીક્ષા આપી રહી છે. આજે અડાજણની સ્વામીનારાયણ સ્કૂલમાં પેપર શરૂ થયાના બે કલાક બાદ તન્વી પરીક્ષાખંડમાં બેભાન થઈ ગઈ હતી. જેથી વિદ્યાર્થીઓ પણ ગભરાઈ ગયા હતા. જોકે તન્વીને 108ની મદદથી તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેની હાલત સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે. 
 
બે મહિના પહેલાં પણ બેભાન થઈ હતી
 
તન્વીના પરિવારમાંથી માતા અને પિતા બન્ને સાથે આવ્યા હતા. અને પરીક્ષા કેન્દ્રની બહાર જ હતા. જેથી તાત્કાલિક તેઓ પણ તન્વી સાથે હોસ્પિટલ પહોંચી ગયા હતા. તન્વીના પિતાએ જણાવ્યું હતું કે, બે મહિના પહેલાં પણ તન્વી બેભાન થઈ ગઈ હતી. જેથી તબીબોએ તેને ઓબઝર્વેશનમાં રાખી છે. અને તપાસ કરી રહ્યા છે.
  
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gujarat board exam classroom girl student Unconscious in surat
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended