Home »Daxin Gujarat »Latest News »Surat City» Full Speed School Van Driver Going Control On Staring And Hit And Run, Couple Death In Surat

સુરતઃ ફૂટપાથ પર રહેતા પરિવાર પર ફરી વળી સ્કૂલ વાન, દંપતીનું મોત

divyabhaskar.com | Dec 17, 2016, 15:45 PM IST

  • શાંતિનિકેતનની સ્કૂલ વાને ફૂટપાથ પર રહેતા મજુર પરિવાર પર ગાડી ફેરવી દેતા મજુર દંપતીનું મોત થયું
સુરત:ભટાર વિસ્તારમાં આજે(શનિવાર) વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં એક દંપતીનું મોત નિપજ્યું છે. ભટાર પોલીસ લાઈન પાસે સવારે શાંતિનિકેતનની સ્કૂલ વાને ફૂટપાથ પર રહેતા મજુર પરિવાર પર ગાડી ફેરવી દેતા દંપતીનું મોત થયું છે. અન્ય 3થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે વાન ચાલકની ધરપકડ કરી લીધી છે.
 
વાન ચાલકે  સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત
 
મળતી માહિતી અનુસાર, મૂળ ઝાલોદનો પરિવાર ભટાર સી-10 ટેનામેન્ટ પાસે રસ્તા પર રહેતો હતો.  મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવાર આજે વહેલી સવારે કામ પર જવા માટે રસોઈ કરી રહ્યો હતો. દરમિયાન શાંતિનિકેતન સ્કૂલની વિંગર વાન(GJ-5-AV-0962) પુરપાટ ઝડપે આવી હતી. વાન ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પરિવાર પર ફરી વળી હતી. જેમાં દંપતીનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય 3 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.
 
ડ્રાઈવરને લોકોએ પકડીને માર્યો માર
 
હીટ એન્ડ રન સર્જનાર સ્કૂલ વાનનો ચાલક ભાગવાનો પ્રયાસ કરે તે પહેલાં આસપાસથી મજુરો દોડી આવ્યા હતા. અને ડ્રાઈવરને માર માર્યો હતો. પોલીસને જાણ થતાં કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને ઈજાગ્રસ્ત મજુરોને 108ની મદદથી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. અને ડ્રાઈવરની ધરપકડ કરી હતી. અને વાનને પણ કબજે કરવામાં આવી હતી.
 
મહિલાનું ઘટના સ્થળે જ મોત
 
મૃતક લાલાના પુત્રએ જણાવ્યું હતું કે, વહેલી સવારે રોટલો બનાવી રહ્યા હતા. અચાનક ફૂલ સ્પીડમાં આવેલી સ્કૂલ વાન તેમના પર ચડી ગઈ હતી. જેમાં તેના માતાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે તેના પિતાનું સારવાર દરમિયાન મોત થયું હતું. હીટ એન્ડ રનમાં ત્રણ જેટલા મજુરો ગંભીર રીતે થયા છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 
 
મૃતકના નામ
 
લાલા નાનકા ટીલા
સુમિત્રા લાલા ટીલા
 
અકસ્માતની વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: full speed school van driver going control on staring and hit and run, couple death in surat
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext