Home »Daxin Gujarat »Latest News »Surat City» First Time Rocket Launch In Surat Under Project With ISRO

સુરતમાં પહેલીવાર સ્પેસ રોકેટ થયું લોંચ, નોંધાઈ 560 કિમી પ્રતિ કલાકની ઝડપ

divyabhaskar.com | Feb 11, 2017, 13:35 PM IST

  • ઇસરો સાથેનાં પ્રોજેક્ટ અંતર્ગત ભગવાન મહાવીર કોલેજનાં સ્ટુડન્ટ્સે પરીક્ષણ કર્યું
સુરતઃઇસરો સાથેનાં પ્રોજેક્ટ અંતર્ગત ભગવાન મહાવીર કોલેજનાં સ્ટુડન્ટ્સે પરીક્ષણ કર્યું હતું. સ્ટુડન્ટ્સ શની કાબરાવાલા, ધ્રુવ પાનવાલા, અરબાઝ ખાન અને નિવેદ હરીશે સુરતમાં પહેલી વખત સ્પેસ રોકેટ લોન્ચ કર્યું હતું. વાતાવરણની રોકેટ પર થતી અસરો અને તેના વાઈબ્રેશન માપવા માટે લોંચ કરાયું હતું. જેમાં રોકેટ 560 કિમી પ્રતિ કલાકની ઝડપે 7-8 સેકન્ડ સુધી 250 મીટર ઉંચે ગયું હતું.
  
મિશન સ્પેસ રોકેટ લોંચિગ સક્સેસ ગયું
  
ભગવાન મહાવીર કોલેજનાં કેમ્પસમાં સ્ટુડન્ટ્સ ટોળે વળીને ઊભા રહી ગયા હતા. કાઉન્ટ ડાઉન ચાલી રહ્યું હતું, ઝીરો બોલાયું અને બધાં જ સ્ટુડન્ટ્સ એકસાથે ‘હુર્રેર્રે..!’ કહીને ઉછળી પડ્યા હતા. મિશન સ્પેસ રોકેટ લોંચિગ સક્સેસ ગયું હતું અને સ્ટુડન્ટ્સનો આ પ્રોજેક્ટ બીજા તબક્કામાં પહોંચી ગયો હતો. 
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, રોકેટને ઈસરોમાં ફાઇનલ ટેસ્ટીંગ માટે મોકલાશે
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: first time rocket launch in surat under project with ISRO
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended