Home »Daxin Gujarat »Latest News »Surat City» Father And Daughter Caught And Mother Acid Attack On Woman In Surat

સુરતઃ પિતા-પુત્રીએ મહિલાને પકડી રાખી અને માતાએ ફેંક્યું એસિડ

divyabhaskar.com | Apr 11, 2017, 10:36 AM IST

  • પરિણીતાને રસ્તા વચ્ચે રોકી પિતા-પુત્રીએ પકડી રાખી અને માતાએ તેના પર એસિડ ભરેલો ગ્લાસ છાંટી દીધો
સુરતઃ અમરોલીમાં એક પરિણીતાને રસ્તા વચ્ચે રોકી પિતા-પુત્રીએ પકડી રાખી અને માતાએ તેના પર એસિડ ભરેલો ગ્લાસ છાંટી દીધો હતો. જમણી આંખ પર એસિડ પડતાં ઇજાગ્રસ્ત પરિણીતાને અમરોલીની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
 
એસિડનો ગ્લાસ ફેંકતાં આંખમાં ઇજા
 
કોસાડ આવાસમાં રહેતી પરિણીતા મુન્નીદેવી સંજયસિંગ રાજપૂત (35)એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તે રવિવારે શાકભાજી ખરીદી રાત્રે સાડા દસ વાગ્યે ઘરે પરત ફરી રહી હતી. ત્યારે કોસાડ આવાસમાં જ તેમના પર એસિડ એટેક કરવામાં આવ્યો હતો. તેમની નીચેના ફ્લેટમાં જ રહેતી પરિણીતા રાજકુમારી, તેની પુત્રી કિરણ અને પતિ ઇન્દ્રિજત સહાનીએ રસ્તા વચ્ચે મુન્નીદેવીને રોકી હતી. જેને કિરણ અને તેના પિતા ઇન્દ્રજિતે બન્ને હાથ પકડી રાખ્યા હતા અને રાજકુમારીએ એસિડ ભરેલો ગ્લાસ તેમના પર છાંટ્યો હતો. જેના કારણે તેને જમણી આંખમાં ઇજા થઈ હતી.
 
અદાવતમાં થયો એસિડ એટેક
 
મુન્નીદેવીના પતિ સંજયસિંગનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે તેમના ફ્લેટની નીચે જ રહેતો આ પરિવાર ઘરમાં દારૂ રાખે પણ છે અને પીવે પણ છે. જેની મુન્નીદેવીએ ના પાડી હતી. આ મુદ્દે થોડા દિવસ પૂર્વે ઝઘડો પણ થયો હતો. જેની અદાવતમાં એસિડ એટેક કર્યો હતો.
 
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: father and daughter caught and mother acid attack on woman in surat
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended