Home »Daxin Gujarat »Latest News »Surat City» Family Kidnapping Of Daughter After Love Marriage In Surat, CCTV

Live video: સુરતમાં પ્રેમલગ્ન કરનાર યુવતીનું પરિવારજનોએ જ કર્યું અપહરણ

divyabhaskar.com | Apr 21, 2017, 16:04 PM IST

  • પરિવારજનો પ્રેમલગ્ન કરનાર દીકરીને ઉઠાવી લઈ ગયા
સુરતઃસિંગણપોર વિસ્તારમાં આવેલા સહજ ઈમ્પેરીયામાં રહેતા યુવકે પ્રેમલગ્ન કર્યા હતા. યુવતીના પરિવારને પ્રેમલગ્નનો વિરોધ હોવાને પગલે યુવતીને તેના પતિના ઘરેથી 10થી વધુ લોકો આવીને ઉઠાવી ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. અપહરણની ઘટનામાં પોલીસ તપાસ શરૂ કરી છે.
  
પ્રેમલગ્ન મંજૂર ન હોવાથી કર્યું અપહરણ
 
સિંગણપોર રોડ પર આવેલા સહજ ઈમ્પેરીયામાં રવિ કણશીયા(ઉ.વ.25) પરિવાર સાથે રહે છે. અને પિતા સાથે વેડરોડ ખાતે આવેલી કાપડની દુકાનમાં કામ કરે છે. રવિએ પ્રિન્સી નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા છે. જેથી પ્રિન્સીના પરિવારજનો આ લગ્નની વિરુદ્ધ હતા. જેથી ગત 19 એપ્રિલના રોજ રવિની પત્ની પ્રિન્સીનું તેના માતા-પિતા સહિત 10થી વધુ લોકો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. જોકે અપહરણની આ ઘટના એપાર્ટમેન્ટના સીસીટીવીમાં કેદ થઇ જવા પામી હતી.
 
યુવતીની એકલતાનો લાભ ઉઠાવી કર્યું અપહરણ
 
એક વર્ષ પહેલા થયેલા પ્રેમ લગ્નમાં પરિવર્તીત થયા બાદ કોર્ટ મેરેજ સાથે મંદિરમાં પણ લગ્ન કરવામાં આવ્યા હતા. મંદિરમાં એક વર્ષ પહેલાં મળેલી આંખ પ્રેમ અને 4 મહિના પહેલાં લગ્ન કરનાર આ યુગલનો પ્રેમ યુવતીના પરિવારને ગમ્યુ ન હતું. જોકે યુવતીના પરિવાર દ્વારા યુવક અને તેના પરિવારને અવાર-નવાર ધમકી પણ આપવામાં આવતી હતી. પણ યુવક દ્વારા કોઈ ફરિયાદ કે પગલાં નહીં લેવાતા આ યુવતીના પરિવારજનો રવિના ઘરે પહોંચ્યા હતા. જ્યાં યુવતીની એકલતાનો લાભ ઉઠાવી અપહરણ કરીને જતા રહ્યા હતા. રવિએ ચોકબજાર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેને પગલે પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ યુવતીનો પરિવાર યુવતી સાથે ફરાર થઇ ગયો હોવાનું જાણવા મળ્યું છે.
 
આગળની સ્લાઈડ્સમાં જૂઓ, પ્રેમલગ્ન કરનાર યુવક-યુવતી લગ્નની તસવીરો અને સીસીટીવીમાં કેવી રીતે ઉઠાવી ગયા યુવતીને
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: family kidnapping of daughter after love marriage in surat, CCTV
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended