Home »Daxin Gujarat »Latest News »Surat City» Dream Of Become Doctor After Granny Illness And Get 99.96 PR In 12 Science

સુરતઃ જરીકામમાં મજૂરી કરતાં પરિવારની દીકરીએ મેળવ્યા 99.96 PR

divyabhaskar.com | May 11, 2017, 16:46 PM IST

  • જરીકામમાં મજૂરી કરતાં પરિવારની દીકરીએ મેળવ્યા 99.96 PR
સુરતઃનાનીમાંને પગની બીમારી હતી જેથી બાળપણથી ડોક્ટર બનીને તેના પગની સારવાર કરવાનું સ્વપ્ન જોયું હતું. પરંતુ હવે નાનીમાં આ દુનિયામાં નથી પરંતુ આગામી સમય અન્ય લોકોની સારવાર કરીને નાની માંને શ્રધ્ધાંજલિ આપીશ. તેમ ધોરણ 12 સાયન્સ બાયોલોજીમાં એ-1 ગ્રેડ સાથે 99.96 પર્સેન્ટાઈલ મેળવનારી રાણા નંદીનીએ જણાવ્યું હતું. સામાન્ય પરિવારની નબળી આર્થિક પરિસ્થિતિ વચ્ચે પરિવારને આર્થિક રીતે ટેકો આપતી નંદીનીની સિધ્ધિથી શાળા સહિત પરિવારે પણ ખુશી સાથે ગર્વની લાગણી વ્યક્ત કરી હતી.
  
વગર ટ્યુશને મેળવી સિધ્ધિ
 
શહેરના નિર્વાણ અખાડા પાસે કેદાર કોમ્પલેક્સમાં રહેતી નંદીની પી.પી. સવાણી શાળામાં અભ્યાસ કરતી હતી. ત્યારે પરિવારની આર્થિક સ્થિતી સામાન્ય હોવાથી ટ્યુશન વગર જ શાળામાં જે ભણાવાય તેનું રોજે રોજનું રિવિઝન કરીને સિધ્ધિ હાંસલ કરી હતી. નંદીનીએ જણાવ્યું હતું કે, રોજે રોજ અભ્યાસની સાથે તેણી વીકલી રિવીઝન કરતી હતી. જેથી પરીક્ષા સમયે વધારે બર્ડન સહન કર્યા વગર આસાનીથી પરીક્ષા વગર ટેન્શને આપી હતી.
  
આગળની સ્લાઈડ્સમાં વાંચો, ભણવાની સાથે પિતાને કરતી સહાય
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: dream of become doctor after Granny illness and get 99.96 PR in 12 science
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended