Home »Daxin Gujarat »Latest News »Surat City» Document Of 90 Crores Found By Income Tax Department From Closed Factory Of Bhajiawala In Surat

ભજીયાવાલાએ વ્યાજના રૂપિયાના બદલે પડાવી આખી ફેક્ટરીઃ પીડિત વિધવા

divyabhaskar.com | Dec 17, 2016, 08:49 AM IST

  • ભજીયાવાલાના વ્યાજ ચક્રમાં ફસાયેલી મહિલા અને કરોડપતિ ભજીયાવાલ
સુરતઃશહેરના કરોડોપતિ ફાઇનાન્સર ભજીયાવાલાના કરોડોના કેસમાં હવે ઇડીએ પણ કૂદકો માર્યો છે. ભજીયાવાલાની પૂછપરછ દરમિયાન ઉધના ખાડીના કિનારે જ આવેલી એક બંધ ફેકટરીની માહિતી મળી હતી. તે ફેક્ટરી મંજુર કોર નામની એક મહિલાના પતિની હતી. જેણે કિશોર ભજીયાવાલા પાસે વ્યાજે રૂપિયા લીધા હતા. જો કે તે ભરપાઈ ન કરી શકતા સરદારજીએ આખી ફેક્ટરી જ લઈ લીધી હોવાનું મંજુર કોરે જણાવ્યું હતું. આ ફેક્ટરીમાં તપાસ કરતા જમીન, ફલેટ કે દુકાનોના ડોક્યુમેન્ટ વેર વિખેર જોવા મળ્યા હતા. એક અધિકારીએ કહ્યું કે, બધું જ એ રીતે પડ્યુ હતું કે, જાણે વર્ષોથી કોઇ સાફ-સફાઇ ન થઈ હોય. બધું જ પસ્તી લાગી રહ્યું હતું. પરંતુ તપાસ કરતાં 90 કરોડથી વધુના ડોક્યુમેન્ટ હોવાની શંકા છે.
 
વ્યાજના રૂપિયા ભરપાઈ ન કરી શકતા ભજીયાવાલાને આખી ફેક્ટરી જ લઈ દીધી
 
ઉધનાના ફાયનાન્સર કિશોર ભજીયાવાલાને ત્યાં છેલ્લા ત્રણ દિવસથી આઈટીનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. દરમિયાન ઉધના ખાડીના કિનારે જ આવેલી એક બંધ ફેકટરીની માહિતી મળી હતી. આ ફેકટરી એક સરદારજીની હતી. જેણે કિશોર ભજીયાવાલા પાસે વ્યાજે રૂપિયા લીધા હતા. જો કે તે ભરપાઈ ન કરી શકતા સરદારજીએ આખી ફેકટરી જ લઈ લીધી હોવાનો સરદારજીની પત્ની મંજુર કોરે આરોપ લગાવ્યો હતો. 
 
ભજીયાવાલાના વ્યાજ ચક્રમાં ફસાયેલી મહિલાએ શું કહ્યું 
 
મંજુર કોર પતિના મોત બાદ ભજીયવાલા પાસે બાકી નીકળતા રૂપિયા લેવા માટે ગઈ હતી. જોકે ભજીયાવાલાએ તેને કહ્યું હતું કે, તમારા પતિ બધા રૂપિયા લઈ ગયા છે. અમારી પાસે કંઈ નથી. મંજુર કોર પતિના મોત બાદ બ્યુટીપાર્લર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવી રહી છે.
  
આગળની સ્લાઈડ્સમાં વાંચો, જમીન, ફલેટ કે દુકાનોના ડોક્યુમેન્ટ વેર વિખેર જોવા મળ્યા
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: document of 90 crores found by income tax department from closed factory of bhajiawala in surat
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext