Home »Daxin Gujarat »Latest News »Surat City» Diamond Company Give 125 Moped To Worker Family Woman In Surat

સુરતઃ કર્મચારીઓ રજા ન પાડે તે માટે 125 પરિવારની મહિલાઓને અપાયા મોપેડ

divyabhaskar.com | Apr 23, 2017, 09:06 AM IST

  • મહિલાઓ સ્વનિર્ભર બને તે હેતુંથી આપવામાં આવી મોપેડ
 
સુરતઃ ઉતરાણ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં એક ડાયમંડ કંપની દ્વારા 125 કર્મચારીઓના પરિવારની મહિલાઓને નવી ટેક્નોલોજીથી સજ્જ મોપેડ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલપતિ દક્ષેશ ઠાકરના હસ્તે 125 કર્મચારીઓને મોપેડ આપવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, 125 કર્મચારીઓ રજા ન પાડે તે માટે તેના પરિવારની 125 મહિલાઓને નવી ટેક્નોલોજી બીએસ-4 એન્જીનવાળી એક્ટિવા 4જી ભેટમાં આપવામાં આવી હતી.
 
નવી ટેક્નોલોજી બીએસ-4 એન્જીનવાળા મોપેડ ભેટમાં આપ્યા
 
સુરતની દીર્ઘ ડાયમંડ દ્વારા લોયલ્ટી એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં કર્મચારીઓના પરફોર્મન્સ પર ભેટમાં એક્ટિવા આપવાનું નક્કી કરાયું હતું. જેથી 125 કર્મચારીઓના પરિવારની મહિલાઓને એક્ટિવા ભેટમાં આપવામાં આવી હતી. ડાયમંડ કંપનીના માલિક લક્ષ્મણ વેકરીયાએ જણાવ્યું હતું કે, દીર્ઘ ડાયમંડ કંપનીમાં જુના કર્મચારીઓનો સિંહ ફાળો રહ્યો છે. આવા 125 કર્મચારીઓ રજા ન પાડે તે માટે તેના પરિવારની 125 મહિલાઓને નવી ટેક્નોલોજી બીએસ-4 એન્જીનવાળી એક્ટિવા 4જી ભેટમાં આપવામાં આવી છે.
  
125 કર્મચારીઓના પરિવારની મહિલાને 125 મોપેડ ભેટમાં આપ્યા
 
ડાયમંડ કંપનીના માલિક લક્ષમણ વેકરીયાએ જણાવ્યું હતું કે, દીર્ધ ડાયમંડ કંપની સુરતમાં 2010માં શરૂ કરવામાં આવી હતી. હાલ આ કંપની સુરત અને મુંબઈમાં ઓફિસ ધરાવે છે. જેમાં 500 કર્મચારીઓ કામ કરી રહ્યા છે. તમામ કારીગરો દીર્ધ ડાયમંડ પરિવાર તરીકે ઓળખાય છે. જેથી તેમના સતત પ્રયાસથી સફળતાની સિડી ચઢનાર કંપનીએ 125 કર્મચારીઓના પરિવારની મહિલાને 125 મોપેડ ભેટમાં આપ્યા છે.
 
આજના સ્વનિર્ભર જમાનામાં મહિલાઓ પણ સ્વનિર્ભર બને તે હેતુ
 
વધુમાં જ્ણાવ્યું હતું કે, ઘણીવાર કર્મચારીઓના ઘરે ગાડીના અભાવે કામ છોડીને જવું પડે છે. એવામાં આજના સ્વનિર્ભર જમાનામાં મહિલાઓ પણ સ્વનિર્ભર બને તે હેતુથી રત્નકલાકારો તેમજ કેટલાંક કર્મચારીઓ ઓવરટાઇમ કરી સારું પ્રોડક્શનને લગતી કામગીરી કરતાં હોય છે. એવામાં ઓવરટાઇમ પૈકી નીકળતો પગાર તથા બોનસની રકમના 60 ટકા ભાગ કંપની ચૂકવી તેમના ઘરની મહિલાઓને કેન્દ્રમાં રાખી મોપેડ આપવાનું નક્કી કરાયું હતું. રત્નકલાકારો પોતાના 40 ટકા ભાગમાંથી ઇએમઆઇ ચૂકવી શકશે.
 
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: diamond company give 125 moped to worker family woman in surat
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended