Home »Daxin Gujarat »Latest News »Surat City» Congress Protest Against Pm Modi Welcome Corporation Expenses In Surat

સુરત: PMના સ્વાગતમાં મનપા દ્વારા કરાયેલા કરોડોના ખર્ચ અંગે કોંગ્રેસના ધરણા

divyabhaskar.com | Apr 21, 2017, 17:45 PM IST

  • કોંગ્રેસ દ્વારા ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો
સુરતઃવડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગતમાં મહાનગરપાલિકા દ્વારા કરાયેલા કરોડોનો ધૂમાડા અંગે કોંગ્રેસ દ્વારા ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ જોડાયા હતા. અને હાય હાય મોદીના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો.
 
હાય હાય મોદીના નારા લગાવ્યા
 
વડાપ્રધાન મોદી ગત 16 અને 17 એપ્રિલના રોજ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. દરમિયાન સુરતમાં ભવ્ય રોડ શો કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં મહાનગરપાલિકા દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા આજે(શુક્રવાર) ચોક બજાર ખાતે ધરણા કાર્યક્રમ યોજી વિરોધ નોંધાવ્યો હતો. અને મનપા દ્વારા કરાયેલા કરોડોનો ધૂમાડા અંગે આક્ષેપ કર્યો હતો. પ્રજાના કરોડો રૂપિયાનો ધુમાડો કોના માટે કર્યો? જેવા લખાણના બેનરો સાથે વિરોધ કર્યો હતો. જ્યારે હાય હાય મોદીના નારા લગાવ્યા હતા.
 
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: congress protest against Pm modi welcome corporation Expenses in surat
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended