Home »Daxin Gujarat »Latest News »Surat City» CM Vijay Rupani Present At Daudi Vhora Dharmguru Birthday Celebration In Surat

દાઉદી વ્હોરા સમાજની ઉજવણીમાં CM રહ્યા હાજર, જાણો કોણ છે ધર્મગુરૂ

divyabhaskar.com | Jan 18, 2017, 11:44 AM IST

  • ઝાંપાબજાર સ્થિત દેવડીમાં 52માં સૈયદના સાહેબની જન્મજયંતિ પ્રસંગે મુખ્યમંત્રી હાજર રહ્યા
સુરતઃ દુનિયા આખી બદલી, બધા સમાજે પોતાના ગણવેશ પધ્ધતિ બદલાયા પણ આ એક જ સમાજ એવો છે જેમણે બદલાવ લાવ્યો નથી, ગણવેશ પરથી જ ખબર પડી જાય કે તેઓ વ્હોરા છે. દાઉદી વોહરા સમાજના 52માં સૈયદના સાહેબે સમયની સાથે સમાજમાં ઘણા બદલાવ લાવ્યા એવું ઝાંપાબજાર સ્થિત દેવડીમાં 52માં સૈયદના સાહેબની જન્મજયંતિ પ્રસંગે હાજર રહેલા મુખ્યમંત્રીએ કહ્યા હતા.
 
ધર્મગુરૂની જન્મજયંતીની ઉજવણી
 
52માં સૈયદના સાહેબની 106મી જન્મજંયતિ અને 53માં સૈફુદ્દીન સાહેબના 73માં જન્મદિવસની ઉજવણી પ્રસંગે ઝાંપાબજાર દેવડીમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ હજારો વ્હોરા સમાજની જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, દાઉદી વ્હોરા સમાજની એક વિશેષતા છે. દુનિયા આખી બદલી, પણ હું ઘણા સમયથી બધું જોવ છું. બધા સમાજો પોતાની ગણવેશ પધ્ધતિ બદલાવે છે પણ આ એક સમાજ એવો છે. જેમાં બદલાવ આવ્યો નથી. ગણવેશ પરથી ખબર પડી જાય કે તેઓ વ્હોરા છે. 
  
દેશ-વિદેશના વ્હોરા સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા
  
વધુમાં જણાવ્યું હતું કે, સૈયદના સાહેબ એમની સોચ એમનું ભવિષ્યને જોવાની દ્રષિટ્ના કારણે વિજ્ઞાનને સ્વીકાર્યું. તેમણે સમયની સાથે સમાજમાં બદલાવ લાવ્યા છે. જે ધરતી ઉપર તેઓ જન્મ લે છે એને વફાદાર રહી, દેશને વફાદાર રહીને જીવન જીવવું એવું સૈયદના સાહેબની સભામાં મેં સાંભ‌ળ્યું છે. સાથે સાથે પર્યાવરણ, શિક્ષણ, ગામડાના લોકોની સેવા, પાણીની ચિંતા અને લોકોને સુવિદ્યા મળે એ માટે કાયમ સમાજની ચિંતા કરી છે. ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે દેશ-વિદેશના વ્હોરા સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, દેશ-વિદેશના વ્હોરા સમાજના 52માં ધર્મગુરૂ વિશે
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: CM vijay rupani present at daudi vhora dharmguru birthday celebration in surat
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended