Home »Daxin Gujarat »Latest News »Surat City» Child Death By Down In Ground Floor Water Tank In Surat

સુરતઃ બાળકીનું ગ્રાઉન્ડ ફ્લોરની ટાંકીમાં પડી ગયા બાદ ડૂબી જતાં મોત

divyabhaskar.com | Apr 12, 2017, 15:54 PM IST

  • બાળકીનું ગ્રાઉન્ડ ફ્લોરની ટાંકીમાં પડી ગયા બાદ ડૂબી જતાં મોત નિપજ્યું
સુરતઃપાણીની મોટર ચાલતી ન હોવાને કારણે સગી બે બહેનો ગ્રાઉન્ડ ફલોરની ટાંકીમાં પાણી ભરવા આવતા મોટી બેન ટાંકીમાં પડી જતા ડૂબી જવાને કારણે મોત થયું હતું. પરિવારજનોએ બાળકી ગાયબ હોવાથી આજુબાજુ શોધખોળ કરી છેવટે અમરોલી પોલીસનો સહારો લેતા પોલીસે ત્યાં આવીને તમામ જગ્યાની તપાસ કરી હતી. તેમાં પાણીની ટાંકી એક માણસને ઉતારીને ચેક કરાવતા બાળકીની લાશ મળી આવી હતી. જ્યારે તેની નાની બેન ગભરાયને પડોશીને ત્યાં ચાલી ગઈ હતી.
 
બાળકીનું પાણીની ટાંકીમાં પડી જતા ડૂબી જવાને કારણે મોત
 
અમરોલી કોસાડ આવાસમાં બિલ્ડીંગ-121માં એચ-2 માં રહેતી 5 વર્ષીય પિન્કી બુધ્ધીરામ ગઈકાલે સાંજે પાણી ભરવા માટે સગી નાની બહેન સાથે નીચે ગઈ હતી. આવાસમાં મોટર ચાલતી ન હોવાને કારણે પાણી ઓવરહેડ ટાંકીમાં ચઢાવી શકાય તેમ ન હોવાને કારણે રહીશો ગ્રાઉન્ડ ફલોરની ટાંકીમાંથી પાણી ભરતા હતા. તેવી જ રીતે બે સગી બહેનો પણ પાણી ભરવા માટે આવ્યા હતા તે વખતે એક બાળકી પિન્કી બુધ્ધીરામ ટાંકીમાં પડી જતા ડૂબી જવાને કારણે મોત થયું હતું. 
 
લોકોના ટોળા એકત્ર થયા
 
મરનારના પિતા મજૂરીકામ કરે છે. અમરોલી પોલીસે ટાંકીમાંથી પાણી ભરવાનું બાઉલ પણ કબજે કર્યુ હતું. આ ઘટનાને કારણે અમરોલી આવાસમાં લોકોના ટોળા એકત્ર થયા હતા. જેને કારણે પોલીસને કામગીરી કરવામાં પણ અડચરણ ઉભી થઈ હતી. ઘટના સાંજે 5 વાગ્યે બનેલી હતી અને પરિવારજનોએ 6 વાગ્યાથી શોધખોળ કરીને છેક રાત્રે 9 વાગ્યે પોલીસ સ્ટેશને આવ્યા બાદમાં અમરોલી પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ કરી અને તેમાં લાશ મળી આવી હતી.
 
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: child death by down in ground floor water tank in surat
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended