Home »Daxin Gujarat »Latest News »Surat City» Car Crushed Family Three Member After Bike Hit And Caught Cctv In Surat

સુરતઃ બાઈકે અડફેટે લીધા બાદ કાર નીચે કચડાયા માતા, પુત્ર અને પુત્રી, CCTV

divyabhaskar.com | Mar 20, 2017, 16:32 PM IST

  • બાઈકે અડફેટે લીધા બાદ માતા-પુત્ર અને પુત્રી કાર નીચે કચડાયા
સુરતઃભટાર ચાર રસ્તા નજીક રોડ ક્રોસ કરી રહેલા માતા, પુત્ર અને પુત્રીને બાઈક સવારે અડફેટે લીધા હતા. ત્યારબાદ પાછળ આવતી કારે કચડી નાખતા ત્રણેય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેથી ત્રણેયને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાના સીસીટીવી બહાર આવ્યા છે.
 
પહેલા મોપેડે ઉડાવ્યા પછી કાર ચાલકે કચડ્યા
 

બેગમપુરા વિસ્તારમાં કુબેરજી માર્કેટ પાસે હિનાબેન રમેશભાઈ પટેલ(ઉ.વ.30) પરિવાર સાથે રહે છે. અને ઘરકામ કરી પરિવારને આર્થિક રીતે મદદ કરે છે. ગત 15 માર્ચના રોજ હિનાબેન પુત્ર તરૂણ અને પુત્રી દિપ્તી સાથે ભટાર વિસ્તારમાં ઘર કામ માટે જઈ રહ્યા હતા. દરમિયાન ભટાર ચાર રસ્તા નજીક રોડ ક્રોસ કરતા સમયે એક બાઈક સવારે અડફેટે લીધા હતા. જેથી ત્રણેય રોડ પર પટકાયા હતા. ત્યારબાદ પાછળ આવતી કાર(GJ-05-JD-3789) નીચે કચડાઈ ગયા હતા. 
 
માતાની હાલત નાજુક
 

બાઈક સવાર ત્રણેયને અડફેટે લઈને ભાગી ગયો હતો. અને કાર ચાલક પણ લોકો એકઠાં થઈ જતા ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત થયેલા ત્રણેયને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પુત્ર અને પુત્રીની હાલત સામાન્ય થતા રજા આપી દેવામાં આવી હતી. જ્યારે માતાની હાલત નાજુક હોવાથી હાલ સારવાર હેઠળ છે. પરિવાર દ્વારા ફરિયાદા નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જોકે ત્યાં પોલીસ દ્વારા ખરાબ વર્ત કરવામાં આવ્યો હોવાનો પરિવારે આરોપ લગાવ્યો છે.
  
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: car crushed family three member after bike hit and caught cctv in surat
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended