Home »Daxin Gujarat »Latest News »Surat City» Bike Driver Robbed Mobile Phone Of Couple At Morning Walk In Surat

સુરતઃ મોર્નિંગ વોક પર નીકળેલા કપલના હાથમાંથી મોબાઈલની ચીલઝડપ, CCTV

divyabhaskar.com | Apr 21, 2017, 13:33 PM IST

  • મોર્નિંગ વોક પર નીકળેલા કપલના હાથમાંથી મોબાઈલની ચીલઝડપ
સુરતઃ ઉધનામાં બાઈક સવાર બે અજાણ્યા મોર્નિંગ વોક પર નીકળેલા દંપતીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ભાગી ગયા હતા. આજે(શુક્રવાર) વહેલી સવારે બનેલી આ ઘટના બાદ લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા. જોકે આખી ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઇ જતા પોલીસે તપાસ હાથ ધરી છે. 
 
મોબાઈલની ચિલઝડપ
 
રાજીવભાઈ (પીડિત) એ જણાવ્યું હતું કે, આજે સવારે તેઓ પત્ની સાથે રોજની જેમ ઘર નજીક મોર્નિંગ વોક પર નીકળ્યા હતા. ત્યારે પાછળથી આવેલા બાઈક સવાર બે અજાણ્યા ઈસમો તેમના હાથમાંથી મોબાઈલની ચીલઝડપ કરી પલક ઝપકતા જ ભાગી ગયા હતા. 
 
ઘટના સીસીટીવીમાં કેદ
 
વધુમાં ઉમેર્યું હતું કે, તેઓ ઘટના બાદ તાત્કાલિક બાઈક સવાર ઈસમોને પકડવા તેની પાછળ દોડ્યા પણ હતા. જોકે તેઓ હાથમાં આવ્યા ન હતા. જાહેર રોડ પર થયેલી આ ઘટના નજીકમાં લાગેલા સીસીટવીમાં કેદ થઇ ગઇ હતી. ઘટનાની જાણ બાદ ઉધના પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજ લઇ આરોપીઓની ઓળખ દિશામાં કામગીરી હાથ ધરી છે.
 
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: bike driver robbed mobile phone of couple at morning walk in surat
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended