Home »Daxin Gujarat »Latest News »Surat City» Bike Driver Bootlegar Hit Five Person And Liquor Glut On Road In Surat

સુરતઃ ખેપીયાએ માસૂમ સહિત પાંચને ઉડાવ્યા, રોડ પર દારૂની રેલમછેલ

divyabhaskar.com | Mar 20, 2017, 11:56 AM IST

  • બાઈક સવાર દારૂના ખેપીયાએ પાંચને અડફેટે લીધા અને ઈનસેટમાં દારૂ
સુરત:ઉધના ત્રણ રસ્તા નજીક એક બાઇક સવાર દારૂના ખેપીયાએ માસૂમ બાળકની સારવાર માટે જઇ રહેલા દંપતિ સહિત બે વિદ્યાર્થીઓને અડફેટે લેતાં ભારે હોબાળો મચી ગયો હતો. વહેલી સવારે બનેલી આ ઘટના બાદ રોડ ઉપર દારૂની રેલમછેલ થઇ જતાં લોકોના ટોળે ટોળા ભેગા થઇ ગયા હતા. જોકે આ અકસ્માતમાં કોઇ મોટી જાનહાનિ નોંધાઈ નહોતી. પરંતુ ઘટનાની જાણ બાદ પોલીસ દોડી આવતા ખેપીયાને દારૂના પોટલા સાથે ઝડપી પાડ્યો હતો. 
 
બે બાઈક સવાર દાદા, દાદી, પૌત્ર અને બે વિદ્યાર્થીને લીધા અડફેટે
 
લોકોએ જણાવ્યું હતું કે, ઉધના દેના બેંક પાછળના બી.જે. ટેરેશ એપાર્ટમેન્ટમાં રહેતા દિનદયાળભાઇ આજે(સોમવાર) સવારે અચાનક તેમના 6 માસના પૌત્રની તબિયત બગડતા તેને બાઇક ઉપર પત્ની સાથે સારવાર માટે જઇ રહ્યા હતા. ત્યારે ઉધના ત્રણ રસ્તા પાસે ફુલ સ્પીડમાં આવતી એક બાઇકે તેમને અડફેટે લીધા બાદ બાઈક સવાર ધોરણ-12ના બે વિદ્યાર્થીઓને પણ હવામાં ઉડાડી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ અકસ્માત બાદ બાઇક સવાર રોડ ઉપર પ્રવાહીવાળા પોટલા સાથે ફેંકાઇ જતાં લોકોએ તેને ઝડપી પાડ્યો હતો. આ અકસ્માતમાં માસુમ અને તેની દાદી સહિત બંને વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘવાયા હતા.
 
પોલીસ દોડતી થઇ ગઇ
 

વહેલી સવારે થયેલા આ અકસ્માત બાદ બાઇક સવાર એક દારૂની ખેપ મારતો ખેપીયો હોવાનું બહાર આવ્યું હતું. રોડ ઉપર રેલમછેલ દેશી દારૂ અને તેના પોટલાને લઇ અનેક પ્રશ્નો ઉભા થયા હતા. દારૂની હેરાફેરી સાથે સંકળાયેલા લોકો ખુલ્લે આમ દારૂની બાઇક પર ખેપ મારી રોડ ઉપર ચાલતા લોકોને અડફેટે લઇ રહ્યા છે. આ અકસ્માતમાં બંને વિદ્યાર્થીઓ અને માસુમ બાળકને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. દારૂના ખેપીયાથી અકસ્માત સર્જાયો હોવાની જાણ બાદ પોલીસ પણ દોડતી થઇ ગઇ હતી. 
  
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: bike driver bootlegar hit five person and liquor glut on road in surat
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended