Home »Daxin Gujarat »Latest News »Surat City» Baby Born Like Alien With Twice Head And Death In Four Month, Know About Hydrocephalus Disease

એલિયન જેવું બાળક જન્મ્યું ને ભેટ્યું મોતને, પ્રેગનન્ટ મહિલાઓ ખાસ વાંચે

divyabhaskar.com | Mar 16, 2017, 15:41 PM IST

  • બે ગણાં માથાં સાથે જન્મેલા બાળકનું રેર બિમારીના કારણે ચાર મહિનામાં મોત નિપજ્યું હતું
સુરતઃ વલસાડની એક મહિલાએ જન્મજાત હાઇડ્રોસેફાલસની બિમારીથી પીડિત બાળકને જન્મ આપ્યો હતો. ધરમપુરના આરોગ્ય કેન્દ્રમાં ચાર મહિના પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે આ બાળકને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. બાળકનું માથું બિમારીના કારણે સામાન્યથી બે ગણું મોટું થઈ ગયું હતું. જોકે તેની રેર બિમારીને કારણે તેનું પાંચ મહિનાના જીવન બાદ મોત નિપજ્યું હતું. જોકે આ બિમારી જન્મજાત વધુ જોવા મળે છે. જેથી આ અંગે પ્રેગનન્ટ મહિલાઓ જાણકારી રાખે અને તેના બાળકની યોગ્ય સારવાર કરાવે તો આ બિમારીમાંથી ઉગરી શકાય છે.
 
બાળક જન્મજાત હાઈડ્રોકેફાલસ નામની બિમારીથી પીડિત
 
વલસાડના ધરમપુર વિસ્તારના પીંડવડ ગામમાં રહેતા જયવંતીબેન ભાવેશભાઈ દળવી પરિવાર સાથે રહે છે. તેણીના લગ્નને પાંચ વર્ષનો સમય થયો છે. તેણીને એક ત્રણ વર્ષનો પુત્ર છે. જ્યારે તેણીને ધરમપુરના આરોગ્ય કેન્દ્રમાં પ્રસવ પીડા ઉપડતા લઈ જવામાં આવી હતી. પ્રેગનન્સીને હજુ સાડા સાત મહિના જ થયા હોવાથી સીઝર કરીને બાળકને જન્મ આપ્યો હતો. જોકે બાળક જન્મજાત હાઈડ્રોકેફાલસ નામની બિમારીથી પીડિત હતો. આ બિમારી એક લાખે એકને થતી રેર બિમારી છે.
 
એલિયન જેવું વિચિત્ર બાળક જન્મ્યુ હોવાની વાતો વહેતી થઈ હતી
  
જન્મજાત હાઈડ્રોકેફાલસ નામની બિમારીથી પીડિત બાળકનો જન્મ થતાં લોકોમાં વાતો વહેતી થઈ ગઈ હતી કે, મહિલાએ એક એલિયન જેવા વિચિત્ર બાળકને જન્મ આપ્યો છે. જેથી આરોગ્ય કેન્દ્રમાં રોજ લોકોની ભીડ તેને જોવા માટે આવતી હતી. અને તેની તસવીરો લેતા હતા. જન્મજાત હાઈડ્રોકેફાલસ બિમારીથી પીડીત બાળકની આરબીએસકેએમઓ રાજ્ય સરકારની સંસ્થાને જાણ થતાં તેના જન્મથી તેની જાણકારી મેળવી રહ્યા હતા. ત્યારબાદ તેને વધુ સારવારની જરૂર જણાતાં 6 મે 2016ના રોજ તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે તેના જીવનની શક્યતાઓ નહિવત હોવાથી તેનું એક મહિનાની સારવાર બાદ મોત નિપજ્યું હતું.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, એક લાખે એકને થતી રેર બિમારી, બિમારી થવાના કારણો, સારવાર
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: baby born like Alien with twice head and death in four month, know about Hydrocephalus Disease
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended