Home »Daxin Gujarat »Latest News »Surat City» Ankleshvar Standard 10 Student Death After Injury Of Head In Surat

સુરતઃ માથાના ભાગે ઈજાના નિશાન સાથે મળેલા ધો.10ના સ્ટુડન્ટનું મોત

divyabhaskar.com | Mar 18, 2017, 17:14 PM IST

સુરતઃ- અંક્લેશ્વરમાં  ધોરણ 10ની પરીક્ષા આપતો સ્ટુડન્ટ ગઈકાલે ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. જેથી તેને સારવાર અર્થે સુરત સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું. રહસ્યમય રીતે મળી આવેલા સ્ટુડન્ટને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં પેનલ પીએમ શરૂ કરવામાં આવ્યું હતું.
 
સ્કૂલબેગ લેવા ગયા બાદ ઈજાગ્રસ્ત રીતે મળ્યો
 
અંકલેશ્વરના ઘનશ્યામનગરમાં રહેતા ગાઝીમ વાહિદ શેખ(ઉ.વ.આ.16)ના સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલ અંકલેશ્વરમાં અભ્યાસ કરે છે. અને ગઈકાલે બોર્ડની પરીક્ષાનું પેપર આપીને ઘરે આવ્યો હતો. બાદમાં તેને સ્કૂલે બેગ ભૂલી ગયાનું યાદ આવતાં તે ઘરેથી બેગ લેવા ફરી સ્કૂલે બાઈક લઈને ગયોહતો. અને બાદતમાં તે જૂના રોડ પરથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો.માથાના ભઆગે ઈજા સાથે સરદાર હોસ્પિટલમાં અને ત્યારબાદ સુરત મહાવીર હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ત્યારબાદ સુરત સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર ખસેડાયા બાદ દોઢેક કલાકમાં મોત થયું હતું. પરિવારમાં એકની એક બહેનનો ભાઈ મોતને ભેટતાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતાં વાહિદ શેખનો એકનો એક પુત્ર મોતને ભેટતાં પેનલ પીએમ કરાવવાની માંગ ઉઠી હતી. પીએમ બાદ જ મોતનું કારણ જાણી શકાશે.મહ્તવપૂર્ણ છે કે, અગાઉ આઠેક મહિના પહેલા એક યુવતીના ભાઈએ આ યુવકને ધમકી આપી હતી.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીર
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ankleshvar Standard 10 Student Death After Injury Of Head In Surat
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended