Home »Daxin Gujarat »Latest News »Surat City» After Bus Burn In Surat Up State Perople Attack By Unknown Person

સુરતઃ બસ સળગાવ્યા બાદ અસામાજિક તત્વોના UPવાસીઓ પર હુમલા

divyabhaskar.com | Mar 20, 2017, 15:25 PM IST

સુરતઃ- થોડા દિવસો અગાઉ બાબા સાહેબ આંબેડકરના બાવલાને તમાચા મારતો વીડિયો વાયરલ થયો હતો. જે બાદ સુરત શહેરમાં અસામાજિક તત્વોએ એક બસને સળગાવી હતી. અને ગતરાત્રે 20થી વધુ લોકોના ટોળાએ એક ડર્જન જેટલા યુપીવાસીઓને માર મારી લૂંટી લીધાની ઘટના પ્રકાશમાં આવી હતી. જેથી પોલીસે ભટાર વિસ્તારમાં સઘન બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
 
હથિયારો સાથે ફરતાં અસામાજિક તત્વો
 
ભટાર વિસ્તારમાં રહેતા યુપીવાસીઓ પર રોષ રાખીને અસામાજિક તત્વોએ ગત રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ શાકભાજી અને લોન્ડ્રીના વ્યવસાયીઓને માર માર્યો હતો. હાથમાં લાકડાના ફટકા અને હથિયારો સાથે ફરતાં અસામાજિક તત્વોએ ભટાર આઝાદનગરની સોમાનાથ સોસાયટીમાં રહેતા સુરશ લાલજી પટેલ, ઉદયરાજ શ્રીહરિશચંદ્ર પટેલ સહિતનાને લૂંટીને માર માર્યો હતો. જ્યારે લોન્ડ્રીનું કામ કરતાં રાજબહાદુર સોમનાથ પટેલ અને રામકરણ બૈઘનાથ પટેલ સહિત 15 જેટલા લોકોને માર મરાયો હતો.
 
ભરવાડો આડા પડતાં હુમલાખોરો ભાગ્યા
 
ભટારના ઈન્દિરાનગર, વિશ્વકર્માનગર સહિતની સોસાયટીમાં ધમાલ મચાવતાં 20થી 25 લોકોના ટોળાએ ભયનો માહોલ પેદા કર્યો હતો. લગભગ 30 મિનીટથી વધુ ધમાલ મચાવતાં દરમિયાન એક મહિલાને પણ નીશાને લેતા ભરવાડોનું મોટું ટોળું બહાર આવતાં અસામાજિક તત્વો નાસી ગયા હતાં. બીજી તરફ ખટોદરા પોલીસને જાણ થતાં રાતો રાત મોટો કાફલો પોલીસનો પહોંચી ગયો હતો. અને 4 જેટલા શખ્સોને ડિટેઈન કર્યા હતાં.અને સમગ્ર રાત પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીર
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: after Bus Burn in surat Up State Perople Attack By unknown Person
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended