Home »Daxin Gujarat »Latest News »Surat City» તામિલનાડુ ને

તામિલનાડુ ને

Pankaj Ramani | Sep 17, 2016, 10:10 AM IST

સુરતઃ- ગણેશોત્સવની ઉજવણી હવે દેશના સિમાડા ઓળંગી ગઈ છે. સુરતથી અમેરિકામાં સ્થાયી થયેલા લોકોએ જ્યોર્જિયમાં ગણેશોત્સવની ઉજણી કરી હતી. દસ દિવસ સુધી બાપ્પાની ભાવપૂર્વક પૂજા અર્ચના કર્યા બાદ વિસર્જન કર્યું હતું. જેમાં સુરતીઓની સાથે અમેરિકનો અને અન્ય દેશના લોકો પણ ઉત્સાહભેર જોડાયા હતાં.
 
વિસર્જનયાત્રા ઝુમી ઉઠ્યા લોકો
 
જ્યોર્જિયામાં સેવાની સુવાસ ફેલાવતાં સાંઈ મંડળ પરિવાર દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ ગણેશોત્સવની ઉજવાયો હતો. દસ દિવસ સુધી નિયમિત રીતે સવાર સાંજ શાસ્ત્રોક્ત વિધી પૂર્વક સેવા પૂજા કરાઈ હતી. બાદમાં આનંદ ચૌદશના દિવસે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણેશ વિસર્જનનીન નીકળેલી યાત્રામાં ભાવિકો ભારે ઉત્સાહપૂર્વક ઝુમી ઉઠ્યાં હતાં. સુરતી ભાવિકોની સાથે જ્યોર્જિયાં રહેતા અમેરિકન અને અન્ય દેશના લોકોએ પણ ગણેશવિસર્જનમાં ભાગ લીધો હતો.
 
વિસર્જનમાં પૂજા કરી વિદેશીઓ ભાવવિભોર
 
સાંઈ મંડળ પરિવારના પ્રજ્ઞેશભાઈએ જણાવ્યું હતું કે, પરદેશમાં રહિએ છીએ પણ દેશના સંસ્કારો અને ઉત્સવોને અહીં પણ એટલા જ ઉત્સાહથી ઉજવીએ છીએ. ગણેશ વિસર્જનની રંગેચંગે યાત્રા બાદ શાસ્ત્રોક્ત વિધીથી વિસર્જન કરાયું હતું. જેમાં ભારતીયોની સાથે અમેરિકનોએ પણ પૂજા અર્ચના કરી હતી. અમુક અમેરિકન પ્રથમવાર ગણોશોત્સવમાં જોડાયા હોવાથી તેઓ છેલ્લા દિવસે ભાવવિભોર બની ગયા હતાં. 
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીર
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: તામિલનાડુ ને
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext