Home »Daxin Gujarat »Latest News »Surat City» 7 Crores Insurance Of Gandhiji Replica, Replica Built With 3 Kg Silver In Surat

7 કરોડનો વીમોઃ જાણો એવું તે શું છે આ 100 વર્ષ જૂની ગાંધીજીની પ્રતિકૃતિમાં

divyabhaskar.com | May 19, 2017, 12:02 PM IST

સુરતઃ 'ગાંધીજીની પેલી પ્રતિકૃતિ અમને પાછી આપી દો…અમારા દાદાએ તમને આપી દીધી હતી'. સાયન્સ સેન્ટરનાં મ્યૂઝીયમમાં બે-ત્રણ જણ આવ્યા અને જરદોષી તારથી વર્ક કરેલી ચાંદી મઢેલી પ્રતિકૃતિ પાછી લઇ જવા માટે જીદે ચડ્યા હતા. આ પરિવારને આ પ્રતિમા એટલે પરત જોઇતી હતી કારણ કે એની એન્ટિક વેલ્યુ વધી ગઇ છે. 200 રૂપિયામાં તૈયાર થયેલી આ પ્રતિમા લાખોની કિંમત સાથે 7 કરોડની કિંમતનો વીમો ધરાવે છે. જોકે, આ પરિવારનું નામ અને સરનામું મ્યૂઝીયમ પાસે સચવાયેલું નથી.
  
ગાંધીજીની પ્રતિકૃતિમાં જરદોષી તારથી વર્ક કરાયું છે, 3 કિલો ચાંદી વાપરવામાં આવી  છે
  
મ્યૂઝીયમનાં ચીફ ક્યુરેટર ભામિની મહિડા કહે છે કે, સો વર્ષ પહેલાં સુરતનું એક જરીવાલા પરિવાર જરદોષી વર્ક કરતું હતું. એમણે ચાંદીનાં તારથી સિલ્કનાં કાપડ પર ગાંધીજીની પ્રતિકૃતિ બનાવી હતી. અને એ પ્રતિકૃતિ સરદાર વલ્લભભાઇ મ્યૂઝીયમમાં ભેટમાં આપી દીધી હતી. આ પ્રતિકૃતિ બનાવવામાં 3 કિલો ચાંદી વપરાઇ હતી. 100 વર્ષ પહેલા આ પ્રતિકૃતિ બનાવવામાં આવી ત્યારે તેની કિંમત 200 રૂપિયા હતી. આ પ્રતિકૃતિ હવે મ્યૂઝીયમ સેન્ટર પાસે સચવાયેલી છે. એવી ને એવી જ સચવાયેલી હોવાથી એની ગણના હવે એન્ટીકમાં થાય છે. 
 આગળની સ્લાઈડ્સમાં વાંચો, 7 કરોડનો વીમો ઉતારવામાં આવ્યો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 7 crores insurance of Gandhiji Replica, replica built with 3 kg silver in surat
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended