Home »Daxin Gujarat »Latest News »Surat City» અહો વૈચિત્ર્યમ,ગટરના ઢાંકણા ૧૫ ફૂટ હવામાં ઉછળ્યાં

અહો વૈચિત્ર્યમ,ગટરના ઢાંકણા ૧૫ ફૂટ હવામાં ઉછળ્યાં

Pankaj Ramani | Dec 29, 2012, 12:09 PM IST

- ગેસ લીકેજથી ડ્રેનેજના ઢાંકણો ઊછળ્યા
 
- ફફડાટ: ટેલિફોન કંપની માટે ટ્રેન્ચલેસ ડ્રિલિંગ કરતા ગેસલાઇનમાં ભંગાણથી આગ
 
- ગટરમાં ગેસ લીક થતાં રામપુરા-સૈયદપુરાથી લઈ કતારગામ દરવાજા હોડીબંગલા વિસ્તારના ૧પ હજાર ચુલા બંધ રહ્યા
 
- ઘટનામાં બે પોલીસ કર્મીઓ સહિ‌ત દસ લોકોને ઈજા, ફાયરબ્રિગેડ, ગેસ કંપની તથા પોલીસ દોડતી થઈ ગઈ
 
રામપુરાની લાલમિંયા મસ્જીદ પાસેથી લઈ કતારગામ દરવાજા હોડી બંગલા સુધી શનિવારે સવારે દસ વાગ્યે એક પછી એક ગટરના ઢાંકણાંઓ ધડાકા સાથે ઉછડીને હવામાં ફંગોળાયા હતા. લાલમિંયા મસ્જીદ પાસે લિકેજ થતાં ગેસમાં આગ લાગતાં પંદર ફૂટ ઉંચી અગન જ્વાળા ઉઠતાં આખો વિસ્તાર બાનમાં મુકાઈ ગયો હતો.
 
થ્રીજી માટે ટેલિકોમ લાઇન નાંખવા કરાતા ટ્રેન્ચલેસ ડ્રિલિંગ વખતે ગેસ કંપનીની લાઇનમાં ભંગાણ થયું હતું. તેના કારણે સ્ટ્ર્રોમ ડ્રેનેજ લાઈનમાં ગેસ એકઠો થતાં તેના દબાણથી આખી વિચિત્ર ઘટના આકાર પામી હતી. આ ઘટનામાં બે પોલીસ કર્મીઓ સહિ‌ત દસ લોકોને ઈજા પહોંચી હતી. ફાયરબ્રિગેડ, ગુજરાતગેસ કંપની તથા પોલીસ દોડતી થઈ ગઈ હતી. ગેસની મુખ્યલાઈન બંધ કરવી પડતાં રામપુરા-સૈયદપુરા,હોડીબંગલા, કતારગામ દરવાજા સહિ‌તના વિસ્તારના ૧પ થી ૨૦ હજાર ઘરોના ચુલા બંધ થઈ ગયાં હતાં.
 
- ૧પ ફૂટ ઉંચી જ્વાળાથી મંડપ સળગ્યો
 
સવારના ૧૦.૪પ સુમારે લાલમીંયા મસ્જીદની બરોબર સામે જ એક પછી એક સ્ટ્ર્રોમ ડ્રેનેજલાઈનના ઢાંકણો ધડાકા સાથે ઉછળવા માંડયા હતાં. તો ગેસને લીધે આગ પંદરફૂટ ઉંચે સુધી ઉઠતાં મસ્જીદમાં બંધાયેલો મંડપ પણ સળગી ગયો હતો. ગેસની ભારે દુર્ગંધ પ્રસરી હતી. સ્થાનિક લોકોમાં દહેશત ફેલાતા રીતસર ભાગદોડ મચી ગઈ હતી. તેમાં દસ જણાંને ઈજા પહોંચી હતી.
 
- ...ને અચાનક બ્લાસ્ટ થયો
 
પીસીઆર વાનમાં અમે સ્થળ પર પહોંચી લોકોને દૂર કરતા હતા ત્યારે જ નજીકમાં સ્ટ્ર્રોમ ડ્રેનેજમા બ્લાસ્ટ થતાં કાનના ભાગે ઈજા પહોંચી હતી. ’
- સુરેશભાઈ ડામોર, પોલીસ કર્મી
 
- હજારો ઘરોના ચુલા બંધ રહ્યાં
 
રામપુરાથી લઈ કતારગામ દરવાજા સુધી ગેસ લાઈનમાં લિકેજને લીધે ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓએ તકેદારી લઈ મુખ્ય ગેસ લાઈન બંધ કરી દઈને લિકેજ શોધી રિપેરિંગ કામ હાથધર્યું હતું. તેથી આ વિસ્તારના ૧પથી વીસ હજાર ઘરોમાં સવારે ચુલા સળગ્યા જ ન હતાં. ૩ કલાક બાદ ગેસ પુરવઠો રાબેતા મુજબ થઈગયો હતો.
 
- ઘટનામાં ૧૦ને ઇજા
 
ઝહૂલ શોકતભાઈ સૈયદ (૧૨), આકાશ યોગેશ પટેલ (૧૬), ફહીમ મોહંમદ પાડવા (૧૭), આકીબ નિસાર મોહંમદ શેખ (૧૯), સારાબેન ગોરમીયા શેખ (૬૦), અનવરભાઈ બસીર (૨૨), આફતાબ મોહંમદ અન્સારી (૧૨), મનુબેન ચીમનભાઈ કોસંબીયા (૬પ), દિપક ઝવેરી (૩૨), સલમાન અનસારી (૧૭) તથા ચોક પોલીસ મથકના પોલીસકર્મી સુરેશ કાંતીલાલ ડામોર, સંજય ઉખાભાઈ મિસ્ત્રી.
 
- ગેસ કંપની કહે છે જાણ કર્યા વગર ખોદકામ કર્યું, પાલિકા પોલીસ ફરિયાદ કરશે અને પગલાં લેશે
 
- વોડાફોનની લાઈન નાંખતા લિકેજ
 
વડોદરાની અમારી ત્રિપદા કંપનીને વોડાફોન કંપનીએ ૩જી લાઈન નાંખવાનો કોન્ટ્રાક્ટ સોંપ્યો છે. સવારે સ્ટ્રેંચ ડ્રીલિંગ કરીને લાઈન નાંખતા હતા ત્યારે ગેસની દૂગ્ર્‍ાંધ આવી હતી.’
- ધવલભાઈ પટેલ, સુરત સાઈટ ઈન્ચાર્જ, ત્રિપદા, વડોદરા
 
- ખોદકામ પહેલાં જાણ નહોતી કરાઈ
 
અમે વારંવાર જાહેરાત કરીએ છીએ કે ક્યાં પણ રોડ પર ખોદકામ કરો તો અમારો સંપર્ક કરો, પણ રામપરાની ઘટનામાં અમને કોઈ જાણ કરાઈ નહોતી.અમે ફરિયાદ કરવા બાબતે વિચાર્યું નથી.
- ગુજરાત ગેસ કંપની, સુરત, પ્રવક્તા
 
- જવાબદારો જેલમાં જશે
 
માનવીય જીવન જોખમાયું છે. એફએસએલની મદદથી તપાસ ચાલે છે. અમે સમગ્ર ઘટનાની તપાસ કર્યા બાદ જે જવાબદાર જણાશે તેની સામે કાર્યવાહી કરીશું.’
- બી.એલ.પરમાર, પીઆઈ, ચોકબજાર પોલીસ સ્ટેશન.
 
- કાયદેસર કાર્યવાહી કરીશું
 
આ ઘટનામાં ફાયરબ્રિગેડ દ્વારા જે કાર્યવાહી કરાઈ છે તેના આધારે તપાસ કરાશે. ડ્રિલિંગની પરવાનગી સહિ‌તની બાબતો અંગે કાયદેસરની કાર્યવાહી કરાશે.
- એમ.કે. દાસ, કમિશનર, મહાનગરપાલિકા

વધુ ફોટો જોવા સ્ક્રોલ કરો

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: અહો વૈચિત્ર્યમ,ગટરના ઢાંકણા ૧૫ ફૂટ હવામાં ઉછળ્યાં
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext