Home »Daxin Gujarat »Latest News »Surat City» 4 Girl Death By Gas Cylinder Blast Case: Father Drama For 20 Lakhs Insurance In Surat

સુરતઃ પિતાએ રૂ. 20 લાખ માટે ચાર દીકરીના મોતનું રચ્યું તરકટ, ફૂટ્યો ભાંડો

divyabhaskar.com | Mar 17, 2017, 09:02 AM IST

  • ગેસ સિલિન્ડર ફાટતાં ચાર દીકરીઓના મોતના પ્રકરણમાં પિતાએ 20 લાખનો વીમો મેળવવા તરકટ રચ્યું હોવાનો ઘટસ્ફોટ થયો
સુરતઃમહુવા તાલુકાના મુડત ગામના ખેતરાડી વિસ્તારમાં પતરાના શેડમાં ગેસનો સિલિન્ડર ફાટતા લાગેલી આગની ઘટનામાં ચાર બાળકીઓ ભૂંજાઈ જવાની ઘટનાએ પોલીસની પ્રાથમિક તપાસમાં જ શંકા ઊભી કરી હતી. આગની ઘટના બાદ પોલીસ તથા એફએસએલના રિપોર્ટમાં આ ઘટના બોગસ હોવાનું જાણવા મળ્યું છે. પિતાએ 20 લાખનો વીમો પકવવા માટે આખું તરકટ રચ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. જે ચાર બાળકી બળી ગયાની વાત હતી તેની જગ્યાએ મૃત પશુ મૂકીને સળગાવી દેવાયા હતા.
 
મૃતદેહના અવશેષો પણ ન મળ્યા
 
મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લીલીયા ગામના વતની હોવાનું જણાવતાં અને છેલ્લા છ માસથી સુરત જિલ્લાના મહુવા તાલુકાના મુડત ગામે આવેલા ખેતરાડી વિસ્તારમાં પતરાના શેડ પાડીને રમેશભાઈ તુલસીભાઈ ઝળકિયા (પટેલ) રહે છે. અને શાકભાજીનો વ્યવસાય કરે છે.  રમેશભાઈ અને તેમના શાળા ડાહ્યાભાઈ વાઘજીભાઈ પટેલનાઓ ધૂળેટીના દિવસે વહેલી સવારે પતરાનો શેડને બહારથી તાળુ મારી અંદર તેમની ચાર બાળકીઓને મુકીને શાકભાજીનો વેપાર કરવા માટે સુરત ગયા હતાં. પતરાના શેડમાં મુકેલ ગેસનો સિલિન્ડર ફાટતાં લાગેલી આગની ઘટનામાં ચાર બાળકી ભૂજાઈ ગઈ હતી. જેમાં દીકરી દર્શના (10), માનસી (9) અને આઠ વર્ષની બે જોડીયા દીકરી તેજસ્વી અને રાજેશ્વીના મૃતદેહના અવશેષો પણ મળ્યા ન હતાં.
 
પોલીસને પહેલાંથી જ હતી શંકા
 
પ્રકારની ઘટના અંગે રમેશે પોલીસ આગળ વર્ણન કર્યુ તે પરિસ્થિતિ જોતા આખી ઘટના શંકાસ્પદ હોય તેવું જણાય આવ્યું હતું. પતરાના 15 × 25નો પતરાનો શેડ હતો તેની 12 ફૂટ ઉંચાઈ હતી. અડધા પતરાના શેડમાં માળીયું બનાવી 60થી 90 મણ જેટલા જલાઉ લાકડાં ભરેલા હતાં. ચાર નાની બાળકી ઘરમાં હોય રમેશ તથા તેનો સાળો ડાહ્યા પટેલ એક તાળું અંદરથી મારી આગળના દરવાજે બહારથી તાળું મારી સુરત ખાતે ગયા હતાં. તે દરમિયાન આખી ઘટના બની હોવાનું પોલીસ સમક્ષ તેમણે જણાવ્યું હતું. પરંતુ ફ્લેસ ફાયરની ઘટના બને તો પતરાનો શેડ સલામત રહે તે વાત ગળે ઉતરે તેમ નહોતી.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, એફએસએલ તપાસમાં ફૂટી ગયો ભાંડો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 4 girl death by gas cylinder blast case: father drama for 20 lakhs Insurance in surat
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended