Home »Daxin Gujarat »Latest News »Surat City» 4.65 Lacs Jewelry Theft From Jewelry Shop And Thief Caught By CCTV Camera In Surat

સુરતઃ જ્વેલરી શોપમાંથી સોનાની ઘરેણા સહિત 4.65 લાખની ચોરી, CCTV

divyabhaskar.com | Jan 11, 2017, 17:56 PM IST

  • વેડરોડના જ્વેલરી શોપને તસ્કરોએ નિશાન બનાવી
સુરતઃવેડરોડના જ્વેલરી શોપને તસ્કરોએ નિશાન બનાવી હતી. જ્વેલર્સ શોપનું શટર તોડી તસ્કરો સોના ચાંદીના દાગીના સહિત રૂ.4.65 લાખની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. બનાવ અંગે જ્વેલર્સે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરી છે.
 
તસ્કરો સીસીટીવીમાં કેદ થયા
 
કોઝવે રોડ શારદા સ્કુલ પાસે સરસ્વતી સોસાયટી ખાતે રહેતા સુરેશભાઈ હરીભાઈ શીંદે વેડરોડ ત્રીલોક સોસાયટી ખાતે ગણેશ જ્વેલર્સ નામની જ્વેલરી શોપ ધરાવે છે. રવિવારે રાત્રે તસ્કરોએ તેમની જ્વેલરી શોપને નિશાન બનાવી હતી. બે અજાણ્યાઓએ તેમની દુકાનનું શટર વચ્ચેથી ઊંચુ કરી દીધું હતું અને દુકાનમાં પ્રવેશ્યા હતા. ત્યારબાદ દુકાનમાં મુકેલા સોના ચાંદીના દાગીના, ચાર કીલો ચાંદી, જૂનું મીક્ષ સોનું તેમજ રોકડા રૂ.3000 સહિત કુલ રૂ.4.65 લાખની મત્તાની ચોરી કરી બંને અજાણ્યા નાસી છુટ્યા હતા. સવારે જ્વેલરી શોપમાંથી ચોરી થઈ હોવાની જાણ થતાં સુરેશભાઈએ પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં ચોકબજાર પોલીસ ઘટના સ્થળે જઇ સીસીટીવી ફુટેજની તપાસ હાથ ધરતાં બે અજાણ્યાઓએ દુકાનમાંથી ચોરી કરી હોવાનું ફુટેજમાં કેદ થયું હોવાથી બંને સામે ચોરીનો ગુનો નોંધી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.
 
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 4.65 lacs jewelry theft from jewelry shop and thief caught by CCTV camera in surat
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended