Home »Daxin Gujarat »Latest News »Surat City» 25 Year News Papers Distributer Become Village Sarpanch Of Olpad

જે ગામમાં 25 વર્ષ સાયકલ પર છાપું નાખ્યું તેના પર આજે કરે છે 'રાજ'

Dilip Chavda, Olpad | Jan 12, 2017, 08:39 AM IST

  • 25 વર્ષથી વહેલી સવારે સાયકલ પર જઈને છાપું નાખનાર ઓલપાડનો સરપંચ બન્યા
સુરતઃ ચા વેચનાર દેશના પ્રધાનમંત્રી બની શકે તો એક છાપું વેચનારો ફેરિયો પણ રાજકીય આગેવાન બની શકે છે. ઓલપાડમાં વહેલી સવારે સાયકલ પર ફરીને છાપું વેંચતા યુવક ફેરિયાએ આ સાબિત કરી બતાવ્યું છે. છેલ્લા 25 વર્ષથી વહેલી સવારે સાયકલ પર જઈને છાપું નાખવાનું કામ કરતો યુવક પહેલાં સુરત જિલ્લા પંચાયતમાં સભ્યપદે ચૂંટાઈ સરદાર આવાસ સમિતિમાં અધ્યક્ષ તરીકે રહ્યા હતા. બાદમાં હાલ યોજાયેલી ઓલપાડ ગ્રામપંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટેની બેઠક પર ચૂંટણી લડી હતી. જેમાં ઓલપાડ ગામના રેકોર્ડમાં સૌથી મોટી લીડથી વિજેતા બન્યા છે. સાયકલ પર છાપું નાખનાર યુવક હવે સાયકલ લઈને ગામની સેવા કરવા જાય છે. ગ્રામજનોને તેમના પર મોટી આશા છે
 
ગામની સેવા કરવા સાથે લોક ઉપયોગી બનવાનો વિચાર આવ્યો
 
સામાન્ય છાપ પ્રમાણે આર્થિક પરિસ્થિતિ સદ્ધર હોય એ જ વ્યક્તિ રાજકીય ક્ષેત્રે પોતાનું સ્થાન બનાવી શકે તેમ હોય છે. પરંતુ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ ચાની કીટલી ચલાવી મુખ્યપ્રધાન બન્યા હોય તેમની સાથે સરખામણી કરી શકાય એવા ઓલપાડ ગામમાં સાયકલ પર છાપું નાખતો યુવક રાજેશભાઈ નારણદાસ ચૌધરીની પણ રાજકીય સિદ્ધિ પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી જેવી જ છે. ઓલપાડના ગરીબ પરિવારમાં ઉછરેલા રાજેશભાઈ ચૌધરીએ 18 વર્ષની નાની ઉંમરે અભ્યાસ કરવા સાથે છાપું નાખવાના કામમાં જોડાયા હતા. છેલ્લા 25 વર્ષથી ઓલપાડ ગામની જનતાને સાયકલ પર જઈને વહેલી સવારે છાપાના માધ્યમથી દેશ અને દુનિયાની ખબરોથી માહિતગાર કરતા હતી. રાજેશભાઈએ છાપું નાખવાની કામગીરી કરવા સાથે ગામની સેવા કરવા સાથે લોક ઉપયોગી બનવાનું વિચારી વર્ષ 2001માં સુરત જિલ્લા પંચાયતની ઓલપાડ બેઠક પરથી ચૂંટણી લડી વિજેતા બન્યા હતા. બાદમાં 2001થી 2005 સુધી સુરત જિલ્લા પંચાયતમાં સરદાર આવાસ સમિતિના અધ્યક્ષ પદે રહી લોકોની સેવા કરી છે. 
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, 25 વર્ષ ઓલપાડ ગામમાં છાપું નાખ્યું
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 25 year news papers distributer become village sarpanch of Olpad
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext