Home »Daxin Gujarat »Latest News »Surat City» 2000 Currency New Notes Print Saree Demand In Surat Textile Market

સુરતમાં '10 લાખ'ની સાડી મળે છે રૂ. 160માં, માર્કેટમાં મચાવી રહી છે ધૂમ

divyabhaskar.com | Jan 12, 2017, 10:06 AM IST

  • સુરતના ટેક્ષટાઈલ માર્કેટમાં 2000ની નોટની પ્રિન્ટવાળી સાડીની ડિમાન્ડ
સુરતઃનોટબંધી જાહેર થયાને બે મહિના જેટલો સમય થઇ ગયો છે. હાલ પણ લોકો નવી નોટો મેળવવા માટે બેંક અને એટીએમની બહાર કતારોમાં ઉભા છે. જોકે સાડીઓ માટે જાણીતાં સુરત શહેરમાં 2 હજારની નવી ચલણી નોટોની પ્રિન્ટવાળી સાડી ડિમાન્ડમાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ સાડી પર 10 લાખ રૂપિયાની 2000ની નોટની પ્રિન્ટ કરવામાં આવી છે.
 
નવી 2 હજારની નોટની ડિઝાઇન સાડી પર ઉતારી
 
સુરતનું ટેક્ષટાઇલ માર્કેટ સાડીઓ અને ડ્રેસ મટીરીયલ્સને કારણે ઓળખાય છે. આ સાડીઓમાં નવિનતા લાવવા માટે કંઈ ને કંઈ કરતા રહેતા હોય છે. આ પહેલાં જ મોદીનાં ચહેરાવાળી સાડીઓ માર્કેટમાં ધૂમ મચાવી હતી. ત્યારે હવે નોટબંધીનાં ચાલી રહેલાં ઇસ્યુને લઇને સુરતનાં વેપારીઓએ પણ આ તકનો લાભ લઇને નવી 2 હજારની નોટની ડિઝાઇન સાડી પર ઉતારી છે. ગુલાબી રંગની આ સાડી પર 504 જેટલી 2000ની નવી નોટની પ્રિન્ટ કરવામાં આવી છે. 
 
સાડીની કિંમત માત્ર 160 રૂપિયા
 
સાડીઓ ગુલાબી રંગની હોવાનાં કારણે ખાસ કરીને મહિલાઓને પણ અતિ પસંદ આવી રહી છે. જોકે જે કિંમત આ સાડી પર લખવામાં આવી છે તેનાં કરતાં ખુબ જ સસ્તી કિંમતે આ સાડી મળી રહી છે. 2000ની નોટની પ્રિન્ટવાળી આ સાડીની કિંમત માત્ર 160 રૂપિયા જ રાખવામાં આવી છે. જેથી લગ્નસરાની ખરીદી માટે આવી રહેલી મહિલાઓ આ સાડીઓને પસંદ પણ કરે છે.
 
સાડી ખરીદીને મહિલાઓ પણ ખુશ
 
ખાસ કરીને અન્ય રાજ્યોમાં જ્યાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. અને પ્રચાર-પ્રસારે ખુબ વેગ પણ પકડ્યો છે. ત્યારે ઉત્તરપ્રદેશમાં આ સાડીઓની ખુબ ડિમાન્ડ આવી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. બેંકો અને એટીએમમાંથી જ્યાં નવી 2 હજારની નોટ મળવી મુશ્કેલ દેખાઇ રહી છે તેવામાં આ સાડી ખરીદીને મહિલાઓ પણ ખુશ થઈ રહી છે.
 
રાજકીય પક્ષોને પણ પ્રચાર-પ્રસાર માટે સાડી ઉપયોગી
 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા જોઇને અગાઉ મોદીનાં ચહેરાવાળી સાડીઓ માર્કેટમાં આવી હતી. અને હવે જ્યારે નોટબંધીએ દેશભરમાં ચર્ચાનો માહોલ જગાવ્યો હતો ત્યારે 2 હજારની નવી ચલણી નોટવાળી આ સાડી માર્કેટમાં ધૂમ મચાવી રહી છે. આ સાડી મહિલાઓને તો પસંદ આવી જ રહી છે સાથે સાથે નોટબંધીને રાજકીય મુદ્દો બનાવી ચુકેલાં રાજકીય પક્ષોને પણ પ્રચાર-પ્રસાર માટે આ સાડી ઉપયોગી થઈ રહી છે.
 
સાડીની ખુબ ડિમાન્ડ
 

સાડીના વેપારીએ જણાવ્યું હતું કે, થોડાં સમય પહેલાં જ મોદીનાં ચહેરાવાળી સાડી આવી હતી. તેના પરથી 2 હજારની નોટવાળી સાડી લાવવાનો વિચાર કર્યો હતો. જ્યાં ઇલેક્શન છે ત્યાં આ સાડીની ખુબ ડિમાન્ડ છે. યુપીમાં ખુબ ડિમાન્ડ છે. મહિલાઓને પણ આ સાડી ખુબ પસંદ આવી રહી છે.
 
વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 2000 currency new notes print saree demand in surat textile market
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended