Home »Daxin Gujarat »Latest News »Surat City» 13 Year Old Child Plying Football, Cycling And Swimming Without One Hand In Surat

'પુત્રને ફિલ નથી થવા દેવું કે ડિસેબલ છે', મેડલ જીત્યો પણ પરત કર્યો માતાએ

divyabhaskar.com | Jan 10, 2017, 09:32 AM IST

  • ડીપીએસમાં ભણતો તેર વર્ષનો તીર્થ એક જ હાથે સ્વીમિંગ કરે છે, સાઇકલ ચલાવે છે અને ફૂટબોલ પણ રમે છે
સુરતઃએક માતા સો શિક્ષકની ગરજ સારે છે. ત્યારે જો એક માતા ધારે તો બાળકને શું ન બનાવી શકે એ કહેવતને સુરતની જ્યોતિ ઠક્કરે હકીકતમાં ચરિતાર્થ કરી છે. તાજેતરમાં ગોવામાં એક ફૂટબોલ ટુર્નામેન્ટ યોજાઇ, એમાં સુરતની ટીમ પણ રમવા ગયેલી. આ ટીમમાં એક બાળકે બધાનું ધ્યાન ખેચ્યું હતું. કારણ કે એને એક હાથ ન્હોતો અને છતાં એ નોર્મલ બાળકોની સાથે રમતો હતો. તેની માતા જ્યોતિ ઠક્કરે જણાવ્યું હતું કે, મારા દીકરાને એવું ફીલ જ નથી થવા દેવું કે તે ડિસેબલ છે. એકવાર મારા દીકરાએ ડીસેબલ બાળકો સાથે ગેમ રમ્યો હતો. જેમા તે મેડલ પણ જીત્યો હતો. મને ખબર પડી ત્યારે મે તે મેડલ પરત કરી દીધો હતો.
  
ફૂટબોલ રમે છે, સાઇકલ ચલાવે છે અને સ્વીમિંગ પણ કરે છે
  
સુરત સિવિલ હોસ્પિટલ નજીક રહેતા તીર્થ ઠક્કર પરિવાર સાથે રહે છે. તેને એક હાથ નથી. પણ તે નોર્મલ બાળકોની જેમ જ રહે છે. તીર્થની ઉંમર તેર વર્ષ છે. અને આંઠમા ધોરણમાં અભ્યાસ કરે છે. તીર્થ નોર્મલ બાળકો સાથે જ સ્પોર્ટસ કોમ્પિટીશનમાં ભાગ લે છે. તીર્થ ફૂટબોલ પણ રમે છે, સાઇકલ પણ ચલાવે છે અને સ્વીમિંગ પણ કરે છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, તીર્થે કરેલી વાત એનાં જ શબ્દોમાં
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 13 year old child plying football, cycling and swimming without one hand in surat
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended