Home »Daxin Gujarat »Latest News »Surat City» 12 Science Result 2017: Celebration By Student After Result Announced In Surat

12 સાયન્સના રિઝલ્ટ બાદ સુરતમાં જશ્નનો માહોલ, ડીજેના તાલે ઝૂમ્યા સ્ટુડન્ટ્સ

divyabhaskar.com | May 11, 2017, 16:47 PM IST

  • 12 સાયન્સના રિઝલ્ટ બાદ ડીજેના તાલે ઝૂમ્યા સ્ટુડન્ટ્સ
સુરતઃગુજરાત ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સની પરીક્ષાના પરિણામ જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં સુરતનું રિઝલ્ટ 86.72 ટકા આવ્યું છે. અને ગુજરાતભરમાં સૌથી વધુ A-1 ગ્રેડ સુરતના સ્ટુડન્ટે મેળવ્યા છે. જેથી હાલ સુરતની સ્કૂલોમાં જશ્નનો માહોલ સર્જાયો હતો. અને સ્કૂલ કેમ્પસમાં જ ડીજના તાલે સ્ટુડન્ટ્સ ઝૂમી ઉઠ્યા હતા.શહેરની આશાદીપ સ્કૂલના 31, પી.પી.સવાણીના 31, કૌશલ વિદ્યાભવનના 11, દક્ષિણામૂર્તિના 2 સ્ટુડન્ટસે એ-1 ગ્રેડ મેળવ્યો હતો.
 
સ્ટુડન્ટ્સે જશ્ન મનાવી ઉજવણી કરી
 
ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું 81.89 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતભરમાં સુરતના સ્ટુડન્ટ્સે A-1 ગ્રેડમાં ડંકો વગાડ્યો છે. જ્યારે વરાછા સેન્ટરનું સૌથી વધુ 93.16 ટકા જાહેર થતાં વિદ્યાર્થીઓમાં હરખનો માહોલ જોવા મળી રહ્યો છે. વરાછા વિસ્તારમાં આવેલી શાળાઓમાં A-1 ગ્રેડ પ્રાપ્ત કરનાર સ્ટુડન્ટ્સે જશ્ન મનાવી ઉજવણી કરી હતી. અને A-1 ગ્રેડ પ્રાપ્ત કરનાર સ્ટુડન્ટ્સે શાળા અને માતા-પિતાનો આભાર વ્યક્ત કર્યો હતો. પરિણામોમાં ઉત્તીર્ણ થયેલા સ્ટુડન્ટ્સે કોમ્પ્યુટર એન્જિનિયરીંગ સહિત ડોક્ટરી કરવા પોતાની પ્રતિક્રિયા આપી હતી.
 
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 12 science result 2017: celebration by student after result announced in surat
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended