Home »Daxin Gujarat »Latest News »Surat City» Amitabh Bachchan In Surat

અમિતાભની ધમાકેદાર એન્ટ્રી: સુરતની સૂરતે બિગ બીને કર્યા આશ્ચર્યચકિત

City Reporter, Surat | Jan 26, 2014, 04:15 AM IST

- તમે સ્ક્રીપ્ટ લખશો તો હું એમાં કામ કરીશ : બિગ બી

માથા પર તિલક અને ખભા પર હેન્ડ બેગ અને ગ્રે કલરના જેકેટ સાથે બ્લેક કોમ્બિનેશનના ટ્રાઉઝર સાથે અમિતાભ બચ્ચને જ્યારે એન્ટ્રી લીધી ત્યારે બીગ બીના ફેન્સે એમને તાળીઓથી વધાવી લીધા હતા. બપોરે બે વાગ્યાથી હોટલમાં એન્ટ્રી બંધ કરી દેવામાં આવી હતી. લગભગ ચારેક વાગ્યે અમિતાભ બચ્ચન એરપોર્ટ પરથી સીધા જ ગેટ વે ગયા હતા.આમ તો બિગ બી નક્કી કરેલા ટાઇમે જ આવ્યા હતા પણ એમણે એમનું શિડયુઅલ બદલી નાંખ્યું હતું.

- 'હવે તો હું સુરત આવતો-જતો રહીશ’

દેવીઓ ઔર સજ્જનો સુરતના નિવાસીઓને મારા પ્રણામ. મારું આટલું ભવ્ય સ્વાગત કર્યું એ માટે બધાનો આભાર. અત્યાર સુધી હું ગુજરાત ગવર્મેન્ટનો એમ્બેસડર હતો હવે ગુજરાતીઓનો પણ બન્યો છું. હું તમારી આસપાસ પડોશીની જેમ હાજર રહીશ. હવે સુરતમાં ઘર લીધું છે માટે સુરત આવવાનું તો રહેશે જ અને મુલાકાત પણ થયા કરશે. આ પહેલા હું ૨પ વર્ષ પહેલા આવ્યો હતો. ત્યારે સુરતની હાલત ઘણી ખરાબ હતી. હું દુકાળના ફંડ રેઝિંગ માટે આવ્યો હતો. આજે જ્યારે આવ્યો ત્યારે ખરેખર હું આશ્ચર્યચકિત થઈ ગયો. કારણ એરપોર્ટથી અહીં સુધી જે સુરતનો વિકાસ થયો છે તે વિકાસ માટે હું સુરતીઓને ધન્યવાદ આપું છું કે તમારી જીંદાદીલીથી સુરતની રોનકમાં આટલો બધો ફરક આવ્યો છે. આ માટે હું સુરતીઓને અભિનંદન આપું છું.

- સ્પેશિયલ ચેરમાં બેસવાની ના પાડી ઓડિયન્સ સાથે સોફા પર બેઠા

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની સુરત વિઝિટ દરમિયાન નાની નાની વાતોમાં પોલાઇટનેસ જોવા મળી, કાર્યક્રમ દરમિયાન એ સ્ટેજ પરથી નીચે ઉતર્યા તો એમણે સ્પેશિયલ ચેર પર બેસવાની ના પાડી અને ઓડિયન્સ સાથે સોફા પર બેઠા. કલાકારો એમના પગે પડયા તો અમિતાભે પણ એમને હાથ જોડીને વંદન કર્યા. એમની સેન્સ ઓફ હ્યુમર પણ અદ્ભૂત છે. એક જણે એમને પૂછયું કે તમારા પર્સનલ શોખ કયા? તો બિગ બીએ હસતા હસતા જવાબ આપ્યો એ હવે કહી દઇશ તો તો એ પર્સનલ રહેશે જ નહિં.

આ અહેવાલની વધુ વિગતો વાંચવા આગળ ક્લિક કરો...

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: amitabh bachchan in surat
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

        PrevNext