Home »Daxin Gujarat »Latest News »Surat City» The Mayor's Daughter's Wedding Newly Married Will Raktatula After Chandalavidhi

સુરતના મેયરની દીકરીનાં લગ્નમાં ચિંધાશે નવી રાહઃ નવદંપતીની થશે રક્તતુલા

divyabhaskar.com | Feb 15, 2017, 14:51 PM IST

  • સુરતના મેયરના દીકરીના લગ્નમાં રક્તતુલા થશે
સુરત: સામાન્ય રીતે નેતાઓ કે ધર્મગુરૂની રક્તતુલા કે રજતતુલા કરવાના કાર્યક્રમોનુ આયોજન સમયાંતરે કરવામાં આવતુ હોય છે. પરંતુ લગ્નબાદ નવદંપતિની રક્તતુલા કરવાનુ આયોજન સમગ્ર રાજ્યમાં પહેલી ‌વખત સુરતમાં કરવામાં આવનાર છે. તેમાં મેયર અસ્મિતા શિરોયાની દીકરી કોમલના લગ્ન સમારોહમાં ચાંલ્લાવિધિ બાદ બંને નવદંપતિની રક્તતુલા કરવાનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ માટે કોમલના પિયર પક્ષ અને સાસરા પક્ષના સબંધીઓ રકતદાન કરવા માટે આગળ આવ્યા છે.
 
આશીર્વાદ આપવા આવનાર દરેકને નેત્રદાન,રકતદાન, દેહદાનના સંકલ્પ લેવડાવાશે
 
900થી વધુ લોકોએ રક્તદાન કરવાની તૈયારી બતાવી હોવાથી 22મીએ નવ દંપતિની રક્તતુલા કરવામાં આવશે. આ અંગે કોમલના પિતા અને લોકદષ્ટિ ચક્ષુબેંકના પ્રમુખ પ્રફુલ શિરાયાએ જણાવ્યું હતું કે, શહેરમાં કોઇએ પણ અત્યાર સુધી નવ દંપતિની રક્તતુલા કરી નથી. તેમજ રાજ્યમાં પણ આ પ્રમાણેનું આયોજન કોઇએ કર્યુ નહીં હોવાથી સમગ્ર સમાજમાં જાગૃતિ આવે તેવા હેતુસર પહેલી ‌વખત રક્તતુલાના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત 22મી ફેબ્રુઆરીના રોજ યોજાનારા સમારોહમાં નવદંપતિને આશીર્વાદ આપવા આવનારાઓ પાસે કોઇ પણ પ્રકારની ભેટ સોગાદ કે ફુલ સ્વીકારવાને બદલે દેહદાન, રકતદાન, ચક્ષુદાન જેવા સામાજીક કાર્યોમાં આગળ આવે તે માટેના સંકલ્પ લેવડાવવામાં આવશે.
 
લોકોને સંકલ્પ લેવડાવવાના ટેબલ મુકાશે
 
22મી ફેબ્રુઆરીના રોજ યોજાનારા લગ્ન સમારોહમાં ચાંલ્લા લખવા માટે બંને પક્ષો દ્વારા ટેબલ મુકવાની પ્રણાલિકા ચાલતી આવે છે. આવા કુવારીજોના બદલે સમાજમાં જાગૃતિ આવે તે માટેના પ્રયાસ કરવામાં આવે તેના ભાગરૂપે ચાંલ્લાના ટેબલની જગ્યાએ નવ દંપતિને આશીર્વાદ આપવા આવનાર લોકો રકતદાન, નેત્રદાન, દેહદાન કરવા માટેના સંકલ્પ લે તે માટે ટેબલ મુકીને લોકોને સમજાવવામાં પણ આવશે. આ ઉપરાંત લગ્ન સમારોહમાં બેનર મુકીને પણ લોકોને જાગૃત કરવા માટેનો પ્રયાસ કરવામાં આવનાર છે.
 
વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: The mayor's daughter's wedding newly married will raktatula After Chandalavidhi
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended