Home »Daxin Gujarat »Latest News »Surat City» Ismail Darbar: Sonu Nigam Wants To Get Publicity On Azaan Issue

અરિજિતની સફળતાના ફસ્ટ્રેશનમાં સોનુ આવા નાટક કરે છેઃ ઇસ્માઇલ દરબાર

Bhaskar News, Surat | Apr 21, 2017, 09:37 AM IST

  • ગુરુવારે સુરતમાં યોજાયેલા ‘ગુજમા’ એવોર્ડમાં ભાગ લેવા ઈસ્માઈલ દરબાર હાજર રહ્યા હતા
સુરત:હિન્દી ફિલ્મોના પાર્શ્વ ગાયક સોનુ નિગમે અઝાનના મુદ્દે જે વિવાદ સર્જ્યો છે. તે પબ્લિસિટી મેળવવા માટેનો ખેલ હોવાનું વિખ્યાત સંગીત નિર્દેશક ઇસ્માઇલ દરબારે જણાવ્યું છે.
 
‘અરિજિતની સફળતાથી સોનુ હતાશ છે એટલે વિવાદ કરે છે’
 
ગુરુવારે સુરતમાં યોજાયેલા ‘ગુજમા’ એવોર્ડમાં ભાગ લેવા આવેલા અને શહેરના વતની એવા ઈસ્માઈલ દરબારે કહ્યું હતું કે  મને આ વાત સમજાતી નથી કે સોનુ નીગમ એક સમજદાર માણસ છે, તે તેની મહેનતથી અહીંયા સુધી પહોંચ્યો છે. હું જ્યાં સુધી માનું ત્યાં સુધી તેણે આવું ન કરવું જોઈએ. તે ખુબ ટેલેન્ટેડ માણસ છે. લોકો બોલે છે કે તેણે આ બધુ પબ્લિસિટી માટે કર્યું છે, જાહેરાત માટે કર્યું છે કે અરિજિત સિંહની સફળતાને લીધે ફસ્ટ્રેશનમાં આવીને કર્યું છેં કે તેણે તેના નામને ઉપર લાવવા માટે કર્યું છે. મને આ બાબત વિશે ખ્યાલ નથી. હું તેને મળીશ ત્યારે પુછીશ. 
 
ઇસ્માઇલ દરબાર ઉઠીને જતા રહ્યાં
 
ગુજમા એવોર્ડ ફંકશનમાં ઇસ્માઇલ દરબારને સંગીતમાં એમનાં પ્રદાન બદલ સન્માન થવાનું હતું. શરૂઆતમાં મનહર ઉધાસ અને મેહુલ કુમારનું સન્માન થઇ ગયા બાદ આયોજકોએ પરફોર્મન્સ શરૂ કરાવ્યા પણ સી.એમ.ને ઉતાવળ હોય સન્માન પહેલાં લઇ લેવાની વાત કરી હતી. આ દરમિયાન આયોજકોએ સી.એમ.નાં હસ્તે માત્ર આશા પારેખ અને અરૂણા ઇરાનીનું જ સન્માન કરાવ્યું હતું. સી.એમ. અને મંત્રીઓ નીકળી જતાં ઇસ્માઇલ દરબાર પણ ઉઠીને જતાં રહ્યા હતા. 
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, ફિલ્મોમાં હિરો ગીતો ગાય છે, એ ચમચાગીરી માટે ગવાય છે
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ismail Darbar: Sonu Nigam wants to get publicity on Azaan issue
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended